mantavya exclusive/ લાંગા પછી અતુલ ગોરનું બહાર આવેલું કૌભાંડ

વડોદરાના પૂર્વ કલેક્ટર અતુલ ગોર અને તેમની મંડળીએ એક ઇન્ડસ્ટ્રીઝમાં આચરેલી ગેરરીતિના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપતા IAS લોબીમાં જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે. હાલ અતુલ ગોર CMOમાં હોવાથી ચર્ચા વધુ તિવ્ર બની છે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 03 19T185704.685 લાંગા પછી અતુલ ગોરનું બહાર આવેલું કૌભાંડ

@પ્રફુલ્લ ત્રિવેદી 

Vadodara News: રાજ્યના વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓના ભ્રષ્ટાચાર, કૌભાંડ અને નાગરિકોને સાચા કામો માટે પણ ઘક્કા ખવડાવવાની બાબતમાં બદનામ થઇ રહ્યા છે. પૂર્વ કલેકટર લાંગાનું પ્રકરણ બરાબરનું ચગેલું છે. કેટલાક પોલીસ અધિકારીઓની ગેરરીતિઓ પણ પ્રકાશમાં આવી ચુકી છે. ત્યાં જ વડોદરાના પૂર્વ કલેકટર અને હાલ CMOમાં ફરજ બનાવતા અતુલ ગોર અને તેમના હાથ નીચેના અધિકારીઓએ એક ઇન્ડસ્ટ્રીઝની ફાઈલમાં દાખવેલી ગેરરીતી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપતા સચિવાલયના વર્તુળો અને IAS લોબીમાં આ મુદ્દે ભારે ખડીચર્ચાઓ થઇ છે.

આ કૌભાંડની વિગતોમાં જઈ તો એક ઔધોગિક ગૃહે વડોદરા જીલ્લાના પાટોદ ગામે 2005-2006માં જમીન ખરીદી હતી, પરંતુ 2006માં નવો ડીપી-ડેવલપમેન્ટ પ્લાન આવતા જમીનનો ઝોન બદલાઈ ગયો હતો, તે જમીન ઇન્ડસ્ટ્રીઝ માંથી રહેણાંક ઝોનમાં તબદીલ થઇ ગઈ હતી. બાદમાં 2020માં એક પરિપત્ર બહાર પડ્યો હતો. જે અનુસાર કંપનીએ જમીન વેચાણ માટે મંજુરી માગી હતી. જીલ્લા કલેકટર અતુલ ગેર કંપની પાસે રૂ.2.50 કરોડ પ્રીમીયમ ભરાવ્યા બાદ પણ વેચાણની પર ખાનગી ટલ્લે ચડાવી દીધી હતી અને વારંવાર ધક્કા ખવડાવ્યા હતા.

આખરે ઇન્ડસ્ટ્રીઝવાળાએ હાઈકોર્ટમાં ધા નાખી હતી. સરકારી વકીલ ગોરની મંડળીને બચાવવા તનતોડ પ્રયાસો કર્યા હતા, પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, જવાબદાર અધિકારીને એક સપ્તાહમાં સસ્પેન્ડ કરી તેનો ઓર્ડર કોર્ટમાં રજૂ કરો. આ આદેશના પગલે સરકારી તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે.

હવે બરાબરના ફસાઈ ગયેલા અતુલ ગોર આમાંથી બચવવા માટે ફાંફા મારી રહ્યા છે હવે તેઓ નીચેના અધિકારી,તે સમયના ડેપ્યુટી કલેકટર જમીન સુધારણાના નામે ઠીકરું ફોડવા પ્રયાસો કરી રહ્યા છે. જો કે, હાલ અતુલ ગોર CMOમાં ફરજ બજાવી રહ્યા છે. CMOમાં ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓ શંકાથી પર હોવા જોઈએ તેવો એક સ્થાપિત સિધ્ધાંત છે. આ સંજોગોમાં અતુલ ગોરની નિવૃત્તિ નજીક છે. ત્યારે તેમની કેવી કફોડી હાલત થશે તે જોવાનું રહે છે.

આમ પણ તેઓ જ્યારે વડોદરામાં જીલ્લા કલેકટર હતા ત્યારે લોકોને નાનકડાં કામ માટે પણ ધક્કા ખવડાવવા ટેવાયેલા હોવાની ફરિયાદો વ્યાપકપણે ઉઠી હતી. સરકારી તંત્રમાં એક વણલખ્યો સિદ્ધાતં છે કે ફાઈલ જેટલો લાંબો સમય પડી રહે છે, તેટલું તેનું વજન વધે. હપ્તાની રકમ મોટી થાય. હવે ગણતરીના સમયમાં જ અતુલ ગોરનું શું થશે તે બહાર આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ