સુરેન્દ્રનગર/ મૂળીના દિગસરની સીમમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરેલો ડિઝલ અને પેટ્રોલનો જથ્થો ઝડપાયો

2000 લીટર ડિઝલ અને 300 લીટર પેટ્રોલ સહીત કુલ રૂપિયા 2,30,017 નો મુદ્દામાલ કબજે

Gujarat Others
Untitled 94 મૂળીના દિગસરની સીમમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરેલો ડિઝલ અને પેટ્રોલનો જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર જીલ્લાના મૂળીના દિગસરની સીમમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરેલો ડિઝલ અને પેટ્રોલનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમે આ દરોડોમાં 2000 લીટર ડિઝલ અને 300 લીટર પેટ્રોલ સહીત કુલ રૂપિયા 2,30,017નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

પાછલા કેટલાક દિવસોથી સરકારી તંત્ર અને પોલિસ દ્વારા ગેરકાયદેસર રીતે ડીઝલ, પેટ્રોલ અને બાયોડીઝલનો વેપલો કરતા શખ્સો સામે લાલ આંખ કરી દરોડો પાડી ગુન્હો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર વેપલો કરતા શખ્સોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. જે અંગર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દિગસર ગામની સીમમાં આવેલી ઓરડીમાં ગેરકાયદેસર ડિઝલ અને પેટ્રોલનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં દિગસરના અશોકભાઇ બાબુભાઇ ગડધરીયાની રૂમમાંથી 2000 લીટર ડિઝલ અને 300 લીટર પેટ્રોલ સહીત કુલ રૂપિયા 2,30,017નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.