Gujarat/ ઊના ન.પા. દ્વારા બાકી મિલ્કત વેરાની વસુલાત ઝૂંબેશ હાથ ધરાઇ

ઊના નગર પાલીકા વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી મિલ્કત વેરો બાકી હોય…

Gujarat Others
police attack 87 ઊના ન.પા. દ્વારા બાકી મિલ્કત વેરાની વસુલાત ઝૂંબેશ હાથ ધરાઇ

@કાતિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના

ઊના નગર પાલીકા વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી મિલ્કત વેરો બાકી હોય અને ન.પા.દ્વારા બાકી મિલ્કત વેરા અંગે અવાર નવાર નોટીસો પાઠવવા છતાં પણ આસામી દ્વારા મિલ્કત વેરો ભરવામાં આવતો ન હોય ઉના ન.પા. દ્વારા મિલ્કત વેરા વસુલવા ઝુંબેશ હાથ ધરવામાં આવતા મિલ્કત વેરો ભરવામાં બાકીદાર આસામી ઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

ઉના ન.પા.નાં ચિફ ઓફીસરની સુચનાથી વેરાવસુલ અધિકારી અશ્વિનભાઇ જોષી, પુંજાભાઇ, પ્રતિકભાઇ પરમાર, તેમજ પ્રફુલભાઇ પરમાર સહીતનો સ્ટાફ મિલ્કત વેરાની વસુલાત ઝુંબેશ અંતર્ગત વર્ષોથી મિલ્કત વેરો ભરપાઇ ન કરતા આસામી ઓની મિલ્કતો સીલ કરવાની કામગીરી ન.પા.દ્વારા હાથ ધરવામાં આવેલ જેના ભાગરૂપે આજ રોજ મિલ્કત સીલ કરવા જતાં બે આસામીઓ દ્વારા સ્થળ પરજ રૂ. 1, 98,824 સ્થળ પરજ ભરપાઇ કરી આપેલ આ સીવાય શહેરમાં રીલાયન્સ આર કોમના ટાવરના મિલ્કત વેરાના છેલ્લા ધણા સમયથી રૂ.10,86,416 બાકી હોય જે રકમ ભરપાઇ ન થયેલ હોય ન.પા. દ્વારા આ બન્ને ટાવર સીલ કરી દેવામાં આવેલ અને આગામી દિવસોમાં બાકી મિલ્કત વેરા વસુલાતની ઝુંબેશ શરૂ રહેશે. ત્યારે જે કોઇના મિલ્કત વેરા બાકી હોય તેમણે મિલ્કત વેરા ભરી જવા ન.પા. દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

Gujarat: ગુજરાત FSLની ટીમ કેમ પહોંચી દિલ્હી?

Panchmahal: કાલોલ શહેરમાં નવી કોર્ટનું ડીસ્ટ્રીક સેશન્સ જજ નાં હસ્તે ભૂમિપૂજન

Ahmedabad: મુસ્કાન માટે રક્તદાન, 103 પોલીસકર્મીઓએ કર્યું રેકોર્ડબ્રેક રક્તદાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો