Crime/ બાપુનગરમાં ગુનાખોરી બેફામ, અંગત અદાવતમાં હુમલામાં છરી વાગતા યુવકનું અંગુઠો કપાયો

અમદાવાદમાં ગુનાખોરીના કિસ્સા ખબુજ વધતા જઈ રહ્યા છે. શહેરમાં સામાન્ય બોલાચાલીથી લઈને અંગત અદાવતમાં જીવલેણ હુમલાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હસન શહીદની મસ્જિદ પાસે જાહેરમાં તલવારો અને છરીઓ ઉછળતા એક વ્યક્તિના હાથમાં છરી વાગી જતા ડાબા હાથનો અંગુઠો કપાઈને છૂટો થઇ ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ લોહીમાં લથપથ બનેલા યુવકને […]

Ahmedabad Gujarat
attack with knife બાપુનગરમાં ગુનાખોરી બેફામ, અંગત અદાવતમાં હુમલામાં છરી વાગતા યુવકનું અંગુઠો કપાયો

અમદાવાદમાં ગુનાખોરીના કિસ્સા ખબુજ વધતા જઈ રહ્યા છે. શહેરમાં સામાન્ય બોલાચાલીથી લઈને અંગત અદાવતમાં જીવલેણ હુમલાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હસન શહીદની મસ્જિદ પાસે જાહેરમાં તલવારો અને છરીઓ ઉછળતા એક વ્યક્તિના હાથમાં છરી વાગી જતા ડાબા હાથનો અંગુઠો કપાઈને છૂટો થઇ ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ લોહીમાં લથપથ બનેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખેસેડીને પોલીસને સમગ્ર બનાવ અંગેની જાણ કરી હતી. બાપુનગર પોલીસે ત્રણ ઈસમો સામે જીવલેણ હુમલા કરવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેસની સંપૂર્ણ વિગત એવી છે કે , બાપુનગરમાં રહેતા 58 વર્ષીય પિતા રમજાન અંસારીએ પોતાના પુત્ર અફરોજ ઉપર થયેલા જીવલેણ હુમલાની ત્રણ ઈસમોની સામે બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે મહફુઝ મલેક , બલ્લુ ઉર્ફે સલમાન અને આસિફ નામના અસામાજિક તત્વોએ તેમના દીકરા સાથે જૂની કોઈ અદાવતમાં નવેસરથી ઝઘડો કર્યો હતો. ત્રણેય ઈસમોએ અફરોઝને જાહેરમાં ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી અફરોઝએ ગાળો ન બોલવા માટે જણાવતા આ ત્રણેય ઈસમો ખુબજ ઉશ્કેરાઈ ગયેલા અને તેમણે તલવાર અને છરી જેવા ઘાતક હથિયારો વડે અફરોઝ ઉપર તૂટી પડયા હતા. ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં અફરોઝને ડાબા હાથમાં જોરદાર છરીનો ઘા વાગી જતા તેનો અંગુઠો કપાઈને નીચે પડી ગયો હતો.

હાથનો અંગુઠો કપાવાના દર્દમાં પીડાઈ રહેલા અફરોઝને આસપાસના લોકોએ ઉઠાવીને સારવાર અર્થે હોસ્પ્ટિલમાં ખસેડ્યા હતા. આ મામલે અફરોઝના પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈસમો સામે જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.