Not Set/ સુરતનાં કોરોનાનાં સરકારી આંકડામાં વિસંગતતા, લોકોમાં ચર્ચાઇ રહ્યો છે મુદ્દો

કોરોના રાજ્યનાં ડાયમંડ સીટી સુરતની સુરત બદસુરત કરતું જોવામાં આવી રહ્યો છે. સુરતમાં વધતા જતા સંક્રમણને કારણે તંત્ર અવાક બની ગયુ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. 21000નાં કોરોના સંક્રમિતનાં આંકડા સુધી પહોંચી ગયેલા અમદાવાદમાં અચાનક કોરોના પોઝિટિવનો આંકડો 200 નીચે નોંધવામાં આવી રહ્યો છે અને સુરતમાં પાછલા દિવસોમાં અચાનક જ અધધધ કેસ નોંધવામાં આવી રહ્યા […]

Gujarat Surat
55dbf3af48b214ded38b8ff8b1bbea75 સુરતનાં કોરોનાનાં સરકારી આંકડામાં વિસંગતતા, લોકોમાં ચર્ચાઇ રહ્યો છે મુદ્દો

કોરોના રાજ્યનાં ડાયમંડ સીટી સુરતની સુરત બદસુરત કરતું જોવામાં આવી રહ્યો છે. સુરતમાં વધતા જતા સંક્રમણને કારણે તંત્ર અવાક બની ગયુ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. 21000નાં કોરોના સંક્રમિતનાં આંકડા સુધી પહોંચી ગયેલા અમદાવાદમાં અચાનક કોરોના પોઝિટિવનો આંકડો 200 નીચે નોંધવામાં આવી રહ્યો છે અને સુરતમાં પાછલા દિવસોમાં અચાનક જ અધધધ કેસ નોંધવામાં આવી રહ્યા હોવાથી કોરોના સંક્રમણનો સુરતનો આંકડો 5000 સુધી પહોંચી ગયો છે. 

સુરતમાં કોરોનાનો યથાવત કહેર વચ્ચે પણ કોરોનાનાં સામે આવી રહેલા કે સરકાર દ્વારા આપવામાં આવી રહેલા આંકડામાં વિસંગતતા જોવામાં આવી રહી છે. જી હા, મનપાની વેબસાઇટના આંકડામાં તફાવત જોવામાં આવી રહ્યો છે. વેબસાઈટ ઉપર મોતના આંકડો 217 બતાવે છે જ્યારે સરકાર દ્વારા રોજિંદા જાહેર કરવામાં આવતા આંકડામાં કોરોનાને કારણે થયેલ મોત 160 બતાવે છે. 

તફાવતને લઈ લોકો અસમંજસમાં અને સવાલો ચર્ચાતા જોવામાં આવી રહ્યા છે. બે આંકડા સામે આવતા લોકોમાં ખોટા આંકડાને લઇને ભય જોવામાં આવી રહ્યો છે. તો સાથે સાથે ચિંતાથી તરબોડ પ્રશ્નાર્થ પણ લોકોના મોઢા પર જોવાં આવી રહ્યું છે. કે સાચું શું…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews