
અમદાવાદમાં કોરોનાનો કહેર ઘટ્યો, સંક્રમણનાં આંકડા ઘટ્યા અને કોરોનાથી થતા મોતની સંખ્યા પણ ઘટી છે, છતા કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે અને કોરોના માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારમાં વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે. વાત વિચીત્ર ભાસે છે કે, જ્યારે સંક્રમણ – મોતનાં આંકડા છેલ્લા અઠવાડીયાથી ઘટી રહ્યા છે, તે માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારમાં વધારોમાં વધારો કેવી રીતે નોંધવામાં આવી રહ્યો છે. જી હા, અમદાવાદમાં કોરોના નબળો પડ્યાની તમામ વિદિત વાતો અને આંકડાકીય હકીકતો વચ્ચે અમદાવાદમાં 7 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. શહેરનાં ચાંદખેડા, બોડકદેવ, ચાંદલોડિયા, સરખેજ, વાસણા અને સાબરમતીની વિવિધ સોસાયટી માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, હાલ અમદાવાદમાં 44 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….