સલામ છે આ પટેલ દંપતીને/ વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

સુરતમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડે તેવું એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા પટેલ દંપતીના ઘર પર 40 વર્ષથી કામવાળી તરીકેની ફરજ બજાવનાર મહિલા વૃદ્ધાવસ્થામાં પથારીવશ થયા.

Gujarat Surat
પટેલ દંપતી

@અમિત રૂપાપરા 

Surat News: વર્તમાન સમયમાં લોકો પોતાના પરિવારના સભ્યોને પણ સેવા કરતા અચકાતા હોય છે. ઘણી વખતે એવા કિસ્સા સામે આવતા હોય છે કે પુત્ર તેના માતા-પિતાની સેવા કરવાના બદલે તેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. ત્યારે સુરતમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડે તેવું એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા પટેલ દંપતીના ઘર પર 40 વર્ષથી કામવાળી તરીકેની ફરજ બજાવનાર મહિલા વૃદ્ધાવસ્થામાં પથારીવશ થયા. તેથી પટેલ પરિવારે પોતાની ફરજ સમજીને કામવાળીની સેવા પરિવારના એક સભ્ય તરીકે કરી. જો કે હાલ આ વૃદ્ધ મહિલાની ઉંમર ખૂબ જ વધારે હોવાના કારણે પટેલ પરિવારને પોલીસ પાસેથી મદદ માગવી પડી. કારણ કે વૃદ્ધા ગમે તે ઘડીએ પોતાના પ્રાણ છોડી શકે છે. આ વૃદ્ધા પાસે કોઈ પણ ઓળખના પુરાવા નથી અને અંતિમવિધિ વેળાએ પટેલ પરિવારને મુશ્કેલીમાં ન મુકાવવું પડે એટલા માટે તેમને રાંદેર પોલીસની મદદ માગી. પોલીસે પણ માનવીય અભિગમ રાખીને પથારીવશ  થયેલા આ વૃદ્ધાની ઓળખના પુરાવા સ્થાનિક નગરસેવકોની મદદથી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી.

Untitled 27 વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

સુરતના અડાજણ વિસ્તારમાં રમેશભાઈ પટેલ તેમના પરિવારની સાથે રહે છે. રમેશભાઈ તેમના પત્ની ગીતાબેન પટેલ સાથે નિવૃત્ત જીવંત આવે છે. રમેશભાઈ પટેલ અગાઉ ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડમાં ઓડીટર તરીકેની સેવા આપતા હતા અને વર્ષ 2011માં તેઓ નિવૃત્ત થયા. રમેશભાઈ પટેલના પત્ની મનપા સંચાલિત શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા અને 2007માં રમેશભાઈના પત્ની ગીતાબેન પટેલે શાળામાંથી સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લીધી.

Untitled 27 3 વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

મહત્વની વાત છે કે, 1983માં રમેશભાઈ પટેલ અને ગીતાબેન પટેલના ઘરે રાજુલબેન ગામીત નામના મહિલા કામ કરવા માટે આવતા હતા. રાજુલબેન ગામીત 1983થી લઈ અત્યાર સુધી પટેલ પરિવારના ઘરે રહેતા હતા અને પટેલ પરિવારની સેવા કરતા હતા પરંતુ હાલ રાજુલબેન પથારીવશ છે અને પટેલ પરિવાર પોતાના ઘરમાં જ કામ કરતાં મહિલા એટલે કે એક કામવાળીનું ધ્યાન પરિવારના સભ્યોની જેમ જ રાખી રહ્યા છે.

Untitled 27 1 વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

ગીતાબેન પટેલનું કહેવું છે કે, રાજુલબેન 1983માં તેમના પરિચયમાં આવ્યા હતા અને જે તે સમયે તેવું વતનમાં રહેતા હતા અને ત્યારબાદ તેઓ સુરત આવ્યા હતા અને રાજુલબેન પણ તેમની સાથે સુરતમાં આવ્યા હતા. રાજુલબેને ગીતાબેનના દીકરા અને દીકરીની સાર-સંભાળ રાખી અને તેમને મોટા કર્યા. જેથી હવે અમારી ફરજ એ છે કે, હવે જ્યારે અમારા ઘરમાં જ કામ કરતા વ્યક્તિને સેવાની જરૂર છે એટલે માનવી અભિગમ રાખીને અને કર્મના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અમે તેમની સેવા કરીએ છીએ. મહત્વની વાત છે કે આ પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી રાજુલબેનને ઘરનું કોઈ પણ કામ કરવા દેતા નથી. રાજુલબેનને ઘરનું કામ ન કરવું પડે એટલા માટે અન્ય કામવાળીને રાખવામાં આવી છે અને છેલ્લા 15 દિવસથી રાજુલબેન પથારીવશ થયા છે.

Untitled 27 4 વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

અગાઉ તેઓ હલનચલન કરી શકતા હતા પરંતુ પંદર દિવસ પહેલા જ્યારે પટેલ દંપતી ઘરની બહાર ગયા હતા તે સમયે રાજુલબેન કોઈ કારણસર પડી ગયા હતા અને શરીરે ગંભીર જ આવી હતી. જેથી પટેલ પરિવારે રાજુલબેનની હોસ્પિટલમાં સારવાર કરાવી અને ત્યારબાદ તેમને ઘરે લાવ્યા અને હવે પથારી વર્ષ થયેલા રાજુલબેનની દેખરેખ પરિવાર પરિવારના સભ્યની જેમ કરી રહ્યું છે. આ પટેલ પરિવાર રાજુલબેનની સેવાને કર્મનો સિદ્ધાંત માનીને તેમના મળ-મૂત્ર અને નવડાવવા સહિતની તમામ સેવા કરે છે.

Untitled 27 2 વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

જોકે આ વૃદ્ધાવસ્થામાં રાજુલબેન કે જે હાલ પથારીવશ છે તેમની ઉંમર 85 થી 90 વર્ષની છે. તેથી તેઓ ગમે ત્યારે અંતિમ શ્વાસ લે તેવી પરિસ્થિતિ દેખાતા પટેલ પરિવાર મૂંઝવણમાં મુકાયું હતું. કારણ કે રાજુલબેન પાસે કોઈ પણ ઓળખના પુરાવા ન હતા. જેથી આ પટેલ પરિવારે રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી અને ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પણ માનવીય અભિગમ દાખવીને પટેલ પરિવારની મદદ કરવામાં આવી. પોલીસે આ પટેલ દંપતિની સેવા ભાવનાથી માનવીય અભિગમ રાખી સ્થાનિક નગરસેવક સાથે વાતચીત કરી રાજુલબેન કે જે હાલ પથારી વધશે તેમના ઓળખના પુરાવો તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે. એટલે કે વર્તમાન સમયમાં આજે લોકોમાં ઊંચ-નીચના ભેદભાવ જોવા મળે છે ત્યારે સુરતના પટેલ દંપતીએ માનવતાનું ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો:ડિસામાં લજવાઈ કળિયુગી માંની મમતા, વાંચીને તમે પણ રડી પડશો

આ પણ વાંચો:ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ

આ પણ વાંચો:કોણ છે વડોદરાના નવા મેયર પિન્કીબેન સોની જાણો….

આ પણ વાંચો:કોણ છે અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન જાણો… પદ સાંભળ્યા બાદ આ હશે મોટો પડકાર