રોપવે સેવા 5 દિવસ રહેશે બંધ/ ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ

તહેવારોનાં અંતે આગામી પાંચ દિવસ માટે એટલે એ આજથી તારીખ 11થી લઈને તારીખ 15 સુધી મેન્ટેનન્સ કામગીરીને લઈને રોપ-વે બંધ રાખવામાં આવનાર છે.

Gujarat Others
Web Story 3 ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ

જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે ગિરનાર રોપવે સેવા આકર્ષણનું કેન્દ્ર બની છે. રોપવેની શરૂઆત થયા બાદ અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે તહેવારોને લઈને લોકો ફરવા માટે ભવનાથ ક્ષેત્રની પસંદગી કરતાં હોવાથી ગિરનાર રોપવેની સર માણવા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. તહેવારોનાં અંતે આગામી પાંચ દિવસ માટે એટલે એ આજથી તારીખ 11થી લઈને તારીખ 15 સુધી મેન્ટેનન્સ કામગીરીને લઈને રોપ-વે બંધ રાખવામાં આવનાર છે.

જૂનાગઢમાં આજથી 5 દિવસ ગિરનાર રોપવે સેવા બંધ રાખવામાં આવશે, આજથી 15 સપ્ટેમ્બર સુધી રોપ વે સેવા  સ્થગિત રહેશે, રોપવે મેન્ટેનન્સ કામગીરીને લીધે બંધ રાખવામાં આવશે, અગાઉ ખરાબ હવામાનને લીધે  કામગીરી સ્થગિત કરાઈ હતી, હવામાન અનુકૂળ આવતા ટેકનિકલ ટીમને બોલાવાઈ હતી.

8f743b16 34fd 4c4b 92b2 b166bf0152d8 1691390061067 ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ

આપને જણાવી દઈએ કે, સાતમ-આઠમનાં તહેવારને લઈને છેલ્લા ત્રણ દિવસમાં કુલ 18,471 દેશ-વિદેશથી આવતાં પ્રવાસીઓએ રોપ-વેની સજ્જ માણી હતી.

આ રોપવે એશિયાનો સૌથી મોટો રોપવે છે.ભવનાથ ક્ષેત્રના ગિરનાર પર્વત પર યાત્રિકો અને શ્રદ્ધાળુઓને આવવા જવા માટે જ્યારથી રોપવેની સેવા શરૂ થઈ છે ત્યારથી દિવસેને દિવસે પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વાર્ષિક મેઈન્ટેનન્સને લઈ ઉષા બ્રેકો કંપની દ્વારા પાંચ દિવસ સુધી રોપવે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભવનાથ અને ગિરનાર પર્વત પર મા અંબા અને ભગવાન દત્તાત્રેય તેમજ જૈન દેરાસરો આવેલા છે જેને લઇ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આવનાર પ્રવાસીઓ હેરાન ના થાય તે માટે રોપવે બંધ રહેવાની જાણ કરવામાં આવી છે.

92eb4b9e 7920 4369 ba44 f33bb2478377 1691390061075 ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ

ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથના સાનિધ્યમાં રોપવે જ્યારથી શરૂ થયો છે ત્યારથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. ગિરનારની ટોચ પર બેઠેલા આદ્યશક્તિ મા અંબાના દર્શન કરવા રોપવે મારફત જનાર શ્રદ્ધાળુઓમાં પણ વધારો થયો છે. દેશ અને વિદેશમાંથી આવનાર પ્રવાસીઓ લહાવો લેવાનું ભૂલતા નથી.

આ પણ વાંચો:કોણ છે વડોદરાના નવા મેયર પિન્કીબેન સોની જાણો….

આ પણ વાંચો:કોણ છે અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન જાણો… પદ સાંભળ્યા બાદ આ હશે મોટો પડકાર

આ પણ વાંચો:ડૂબતા પુત્રને બચાવવા માતાએ લગાવી છલાંગ, પણ બંનેના થયા મોત

આ પણ વાંચો:કચ્છમાં ચાર બાળકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા