અમદાવાદ/ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતને નજરકેદ કરાયા

ક્ષત્રિય સમાજ અને કરણીસેનાના અગ્રણીઓની મોડી રાતથી અટકાયત કરવા આદેશ મુજબ આજે અમદાવાદ એરપોર્ટ પર કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની..

Top Stories Gujarat
Beginners guide to 2024 04 09T123226.264 કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતને નજરકેદ કરાયા

Ahmedabad News: અમદાવાદમાં પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ અને કરણીસેના દ્વારા કમલમ ખાતે ઘેરાવની ચીમકી આપી છે. માહિતી મુજબ ક્ષત્રિય સમાજ અને કરણીસેનાના અગ્રણીઓની મોડી રાતથી અટકાયત કરવા આદેશ આપવામાં આવ્યા છે. આદેશના પગલે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. કમલમ ખાતે ઘેરાવા પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર કરણી સેનાના રાજ શેખાવતને નજરકેદ કરવામાં આવ્યા છે.

ક્ષત્રિય સમાજ અને કરણીસેનાના અગ્રણીઓની મોડી રાતથી અટકાયત કરવા આદેશ મુજબ આજે અમદાવાદ એરપોર્ટ પર કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની અટકાયત કરી નજરકેદ કર્યા છે. ગાંધીનગર ખાતે કમલમની સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય જિલ્લાઓમાં LCBના અધિકારીઓ અને ગૃહ વિભાગ એલર્ટ મોડમાં છે.

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે કહ્યું કે, ‘મેં વહીવટીતંત્રને વિનંતી કરી હતી કે અમને રોકશો નહીં. મને અને સમાજના લોકોને કમલમ પહોંચવા દેજો. સમગ્ર ગુજરાતનો નિર્ણય કમલમથી જ થાય છે. ઉમેદવારી બદલવાનો નિર્ણય પણ ત્યાંથી જ થાય છે. તેમણે કહ્યું કે અમે અમારી રજૂઆત કરવા બપોરે 2 વાગ્યે કમલમ જઈશું.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

આ પણ વાંચો: IPL-AhmedabadMetro/IPL અમદાવાદ મેટ્રોને ફળી, ત્રણ મેચમાં 2.65 લાખ લોકોએ મુસાફરી કરી

આ પણ વાંચો: electoral bonds/ગુજરાતના દીન ખેડૂતે ભાજપને 10 કરોડ રૂપિયાનું દાન આપીને ‘છેતર્યા’