Not Set/ 10 દિવસમાં ખેડુતોનું કર્જ માફ કરી દઈશું: રાહુલ ગાંધી મંદસૌરમાં

મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરીંગની ઘટનાને એક વર્ષ થયાના મૌકા પર કોંગ્રેસ દ્વારા આયોજિત કિસાન સમૃદ્ધિ સંકલ્પ રેલી માં રાહુલ ગાંધીએ બીજેપી સરકાર પર ખુબ શાબ્દિક પ્રહાર કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે જો મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો 10 દિવસમાં ખેડૂતોનું કર્જ માફ કરી દેવામાં આવશે. રાહુલ ગાંધીએ અહી પોલીસ […]

Top Stories India Politics
rahul gandhi mandsaur rally will rahul talk about multai farmer protest 10 દિવસમાં ખેડુતોનું કર્જ માફ કરી દઈશું: રાહુલ ગાંધી મંદસૌરમાં

મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરીંગની ઘટનાને એક વર્ષ થયાના મૌકા પર કોંગ્રેસ દ્વારા આયોજિત કિસાન સમૃદ્ધિ સંકલ્પ રેલી માં રાહુલ ગાંધીએ બીજેપી સરકાર પર ખુબ શાબ્દિક પ્રહાર કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે જો મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો 10 દિવસમાં ખેડૂતોનું કર્જ માફ કરી દેવામાં આવશે. રાહુલ ગાંધીએ અહી પોલીસ ફાયરીંગમાં માર્યા ગયેલા લોકોના પરિવાર સાથે મુલાકાત કરી હતી. પોલીસ ફાયરીંગમાં માર્યા ગયેલા લોકોના પરિજનો રાહુલ ગાંધી સાથે મંચ પર બિરાજમાન થયા હતા. મધ્ય પ્રદેશમાં આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચુંટણી થવાની છે, એવામાં રાહુલની આ રેલી ચુંટણી અભિયાનની શરૂઆતના  રૂપમાં જોવાઈ રહી છે.

rahul gandhi hd photo wallpapers 10 દિવસમાં ખેડુતોનું કર્જ માફ કરી દઈશું: રાહુલ ગાંધી મંદસૌરમાં

મંદસૌર રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આખા દેશમાં ખેડૂતો આજે પોતાનો હક માંગી રહ્યા છે, આત્મહત્યા કરી રહ્યા છે, આજે જે  ખેડૂતો અહી આવ્યા છે એમના માટે બીજેપી સરકારના દિલમાં રત્તી-ભર પણ જગ્યા નથી.

રાહુલે રેલીમાં એકત્ર થયેલા ખેડૂતોને વચન આપ્યું હતું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો 10 દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે.

રાહુલ ગાંધીએ બેન્કોનું હજારો કરોડો રૂપિયાનું કરીને ફરાર થઇ ગયેલા નીરવ મોદી અને મેહુલ ચોકસીને લઈને પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું કે મોદી મેહુલ ચોક્સીને મેહુલભાઈ કહીને બોલાવે છે. રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું કે પીએમ મોદીએ 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ લોકોને 5 રૂપિયા પણ નથી મળ્યા.

De 1SiQUEAAM7IC 10 દિવસમાં ખેડુતોનું કર્જ માફ કરી દઈશું: રાહુલ ગાંધી મંદસૌરમાં

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મળીએ ખેડૂતો સાથે દગો કર્યો છે, ખેડૂતો સાથે જુઠું બોલ્યા, પણ સૌથી મોટો દગો તો દેશના યુવાનો સાથે કર્યો, કોઈ કહી શકે છે કે મોદીજીએ રોજગાર આપ્યો, આજે જ્યાં જુઓ ત્યાં મેડ ઇન ચાઈનાનો સામાન મળે  છે.

કોંગ્રેસ અધ્યક્ષે આગળ પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ સરકાર બની તો મધ્ય પ્રદેશના દરેક જીલ્લામાં  ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવશે. ખેડૂતો સીધા જ ફેક્ટરી જઈને પોતાનો સામાન વેચી શકશે, જેથી પૈસો સીધો તમારી પાસે જ આવે. આ ફૂડપ્લાન્ટ ખેડૂતોના દીકરા-દીકરીને રોજગાર આપશે. ચીનની રાજધાની બેઇજીંગના લોકોને આપણે મંદસૌરનું લસણ ખવરાવીશું.

mandsaur supporters faruqui detained congress mandsaur president 1e3adf1c 50db 11e7 88ef 5a5d74cf2589 10 દિવસમાં ખેડુતોનું કર્જ માફ કરી દઈશું: રાહુલ ગાંધી મંદસૌરમાં

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને શિવરાજસિંહ ચૌહાણ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ખેડૂતોની વાત નથી સંભાળતા, હું તમારી સાથે મનની વાત  નહિ કરું પણ તમારા મનની વાત સંભાળીશ, અમે તમારા મનની સરકાર બનાવીશું.

આરએસએસ પર પ્રહાર કરતા કોંગ્રસ અધ્યક્ષે કહ્યું કે આરએસએસ નફરતની ખેતી કરે છે, જયારે કમલનાથ, સિંધિયા અને હું પ્રેમના સંદેશ આપીએ છીએ, કારણકે અમે પ્રેમ ભણ્યા છીએ. અમારા માટે પહેલા દેશની જનતા, ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તા અને સૌથી છેલ્લે અમારા નેતા આવે છે. મધ્ય પ્રદેશમાં અમારી સરકાર બનશે તો સૌથી પહેલું સ્થાન કાર્યકર્તાઓનું હશે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ બીજેપી સરકાર નિશાન સાધતા કહ્યું કે GDPનો મતલબ વધી રહેલા ગેસના ભાવ, વધી રહેલા ડીઝલના ભાવ, વધી રહેલા પેટ્રોલના ભાવ છે. આજે પ્રદેશમાં ખેડૂત પરેશાન છે અને મુખ્યમંત્રી આરામથી બેઠા છે, શિવરાજસિંહ ચૌહાણને મુખ્યમંત્રી બની રહેવાનો કોઈ અધિકાર નથી, કિસાનોની હત્યાનો બદલો નવેમ્બરમાં લેવામા આવશે.