મોટા સમાચાર/ સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની મળી ધમકી, જણાવ્યું કઈ તારીખે કરશે મર્ડર

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યે ફોન આવ્યો…

Top Stories Entertainment
Untitled 47 4 સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની મળી ધમકી, જણાવ્યું કઈ તારીખે કરશે મર્ડર

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ફેન્સ માટે ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ સલમાન ખાનને ધમકીભર્યો મેલ મળ્યો હતો. જે બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પરંતુ હવે ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફોન કરનારે આ વખતે હુમલાની તારીખ પણ આપી છે.

પોલીસ કંટ્રોલ રૂમમાં કર્યો હતો ફોન

સલમાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફોન કરનારે પોલીસ કંટ્રોલને ફોન કરીને કહ્યું કે તે 30મીએ સલમાન ખાનને મારી નાખશે. ફોન કરનારે પોતાને રોકી ભાઈ તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે તે જોધપુરના ગાય રક્ષક છે. આ કોલ મુંબઈ પોલીસ કંટ્રોલને ગયા સોમવારે રાત્રે 9 વાગ્યે મળ્યો હતો. ધમકીભર્યા કોલ બાદ મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

તાજેતરમાં બુલેટપ્રૂફ કાર ખરીદી

આપને જણાવી દઈએ કે બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે પોતાના કાર કલેક્શનમાં એક નવું બુલેટ પ્રૂફ વાહન ઉમેર્યું છે. પાછલા સમયથી તેને આ દિવસોમાં એક પછી એક ધમકીઓ મળી રહી છે. ગયા મહિને અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ પણ મળ્યો હતો. જે બાદ અભિનેતાની મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી હતી. આ દરમિયાન સલમાન ખાને નવી બુલેટફ્રુટ કાર ખરીદી છે, જે વિદેશથી આયાત કરવામાં આવી છે. સલમાને પોતાના કાફલામાં નિસાન પેટ્રોલ એસયુવીનો ઉમેરો કર્યો છે. હાલમાં આ વાહન ભારતીય બજારમાં લોન્ચ પણ કરવામાં આવ્યું નથી.

પોલીસે સુરક્ષા વધારી દીધી હતી

સલમાનની સુરક્ષા માટે છેલ્લા મહિનાથી પોલીસ સતત તકેદારી રાખી રહી છે. લોરેન્સ બિશ્નોઈ દ્વારા ધમકીભર્યા ઈમેલને પગલે તેમના રહેઠાણ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. આ ધમકીને ધ્યાનમાં રાખીને, આ દિવસોમાં તેના ચાહકોને પણ તેના ઘરની નજીક ઉભા રહેવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.

આ ફિલ્મોમાં જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાને ગઈકાલે સાંજે તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર લોન્ચ કર્યું છે. આ ફિલ્મ ઈદના અવસર પર 21 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ સિવાય સલમાન ટૂંક સમયમાં યશ રાજ ફિલ્મ્સની આગામી સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે.

આ પણ વાંચો:વિવેક અગ્નિહોત્રીએ કોર્ટમાં હાજર રહીને માંગવી પડી માફી, જાણો શું કહ્યું હાઈકોર્ટે

આ પણ વાંચો:રવિ તેજાના રાવણાસુરની ધારદાર એન્ટ્રીઃ અજય દેવગનની ભોલા અને નાની પર અસર

આ પણ વાંચો:બોની કપૂરની કારમાંથી મળ્યા લાખો રૂપિયાના ચાંદીના વાસણો, જાણો શું છે કનેક્શન

આ પણ વાંચો:જયપુરમાં ઉર્વશી રૌતેલાના કાર્યક્રમમાં શોકિંગ એકસીડન્ટ, આગમાં દાજતા માંડ માંડ બચી છોકરી