સુરતમાં ગઈ કાલે થયેલા ગોઝારા અકસ્માતને લોકો હજી ભૂલ્યા પણ નથી, ત્યારે આજે બીજો અકસ્માત સર્જાયો છે. સુરતમાં ડિંડોલીના રોડ પરથી લોહીના ડાઘ ભૂસાયા પણ નથી ત્યારે આજે પાંડેસરા વિસ્તારના રોડ લોહીયાળા થયા છે. પાંડેસરા વિસ્તારમાં આજે બીઆરટીએસ બસે એક વ્યક્તિને અડફેટે લીધો છે. અકસ્માતને પગલે ડ્રાઈવર બસ છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બસ ઉપર પથ્થરમારો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર બાઈક ચાલક પાંડેસરાથી આવી રહ્યો હતો, ત્યારે ઓવરટેક કરતા સમયે બીઆરટીએસ બસે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બીઆરટીએસના ડ્રાઈવર બાઈકચાલકને અડફેટે લઈને ભાગી છૂટ્યો હતો,.
વારંવાર BRTS બસ દ્વારા સર્જાતા અકસ્માતને જોતા લાગે છે કે સરકારી બસોના ડ્રાઈવરોને સામાન્ય લોકોના જીવની પડી જ નથી. બસ ડ્રાઈવરો તેમની મરજીથી બસ ચલાવી રહ્યા છે. સરકારી બસ ડ્રાઈવરોને રસ્તા પર વાહન ચલાવતા લોકોના જીવની તો પડી જ નથી સાથે સાથે બસમાં બેઠેલા લોકોના જીવ પણ ચાલી બસે ફોનમાં વાત કરીને જોખમમાં મુકતા હોય છે. મન ફાવે તેમ બસ ચલાવીને રસ્તા પરના લોકો સાથે સાથે બસની અંદર બેઠેલા લોકોના જીવને પણ જોખમા મૂકી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
