New Delhi News/ ‘દિલ્હીને વોર ઝોન સરકાર બનાવે છે,’ તિરંગા માર્ચ સામે વેપારીઓના વિરોધ પર દીપકેનો જવાબ

દિલ્હીના કોનોટ પ્લેસમાં આજે યોજાનારી ‘લહેરા દો તિરંગા’ માર્ચ (Delhi Protest)પહેલાં રાજકીય નિવેદનબાજી તેજ બની છે

Top Stories India
દિલ્હીના કોનોટ પ્લેસમાં આજે યોજાનારી ‘લહેરા દો તિરંગા’ માર્ચ (Delhi Protest)પહેલાં રાજકીય નિવેદનબાજી તેજ બની છે

New Delhi News : દિલ્હીના કોનોટ પ્લેસમાં આજે યોજાનારી ‘લહેરા દો તિરંગા’ માર્ચ (Delhi Protest)પહેલાં રાજકીય નિવેદનબાજી તેજ બની છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે (Abhijit Dipke)એ વેપારીઓના વિરોધ અને સુરક્ષાના નામે લાદવામાં આવતા નિયંત્રણો અંગે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દિલ્હીને વોર ઝોન સરકાર બનાવી રહી છે, વિરોધ કરનારા નાગરિકો નહીં. તેમના મતે, શાંતિપૂર્ણ વિરોધને બદલે શહેરમાં લાદવામાં આવતા પ્રતિબંધોને કારણે વેપાર અને સામાન્ય જનજીવનને અસર થાય છે.

Delhi Protest : સરકારના પ્રતિબંધો સામે દીપકેનો વિરોધ

અભિજીત દીપકે (Abhijit Dipke)એ જણાવ્યું કે લોકશાહીમાં સરકારને સવાલ પૂછવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવાનો અધિકાર દરેક નાગરિકને છે. તેમણે દાવો કર્યો કે વિરોધ પ્રદર્શનોને નિયંત્રિત કરવાના નામે શહેરમાં અવરજવર પર પ્રતિબંધો મૂકવામાં આવે છે અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવે છે. તેમના મતે, આવા નિયંત્રણોની અસર વેપારીઓ, વાહનચાલકો અને સામાન્ય નાગરિકો પર પડે છે.

CJP મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે આંદોલન ચલાવી રહી છે. મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR Voter List)માં કથિત ગેરરીતિઓના વિરોધમાં ‘લહેરા દો તિરંગા’ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

વેપારીઓને નુકસાનની ચિંતા, સુપ્રીમ કોર્ટમાં અરજી

બીજી તરફ, નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિયેશ (Delhi Traders Association)ને સતત વિરોધ પ્રદર્શનોને કારણે વેપાર-ધંધા અને રોજગાર પર પડતી અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ અઠવાડિયાંથી ચાલી રહેલા વિરોધને કારણે દુકાનદારો, વાહનચાલકો અને અન્ય કામદારોની આજીવિકા પ્રભાવિત થઈ રહી છે.

વેપારી સંગઠને વેપારી વિસ્તારમાં વિરોધ પ્રદર્શનો યોજવાને બદલે અન્ય સ્થળ પસંદ કરવાની માગ કરી છે. આ ઉપરાંત, પ્રસ્તાવિત માર્ચ અંગે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં અરજી પણ કરવામાં આવી છે. આમ, એક તરફ CJP વિરોધને લોકશાહીનો અધિકાર ગણાવી રહી છે, તો બીજી તરફ વેપારીઓ પોતાના ધંધા અને રોજગારને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

માર્ચ પહેલાં મધ્ય દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા

‘લહેરા દો તિરંગા’ માર્ચને ધ્યાનમાં રાખીને મધ્ય દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. અહેવાલો અનુસાર, 6,000થી વધુ દિલ્હી પોલીસકર્મીઓ (Delhi Police)અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 220 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે.

સુરક્ષાનાં પગલાં હેઠળ સેન્ટ્રલ પાર્ક 16 અને 17 ઑક્ટોબરે બંધ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ વ્યવસ્થાઓ વચ્ચે વેપારીઓની ચિંતા અને CJPના વિરોધને લઈને દિલ્હીમાં રાજકીય માહોલ ગરમાયો છે.

હવે માર્ચ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સામાન્ય જનજીવન અને વેપાર પર થતી અસરને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: કનોટ પ્લેસમાં વિરોધ પ્રદર્શન પર રોક નહીં

આ પણ વાંચો: દિલ્હીમાં CJPની તિરંગા માર્ચ: 21 રસ્તાઓ પર ટ્રાફિક એલર્ટ,મુંબઈમાં તિરંગા માર્ચને મંજૂરી

આ પણ વાંચો: કોર્ટને ડરાવી-ધમકાવી નહીં શકાય’, CJI સૂર્યકાંતની કડક ટિપ્પણી