Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભાડે આપેલું મકાન ખાલી ન કરવા અને ભાડું ચૂકવવાનું બંધ કરી દેવાના આક્ષેપમાં માતા અને પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો (Nikol Land Grabbing) નોંધાયો છે. સિંગરવા વિસ્તારના અમરનાથપાર્કમાં આવેલા મકાનનો માસિક ભાડું ₹4,500 હતું. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિની મંજૂરી બાદ નિકોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Nikol Land Grabbing: 2019માં ₹4,500ના ભાડે આપ્યું હતું મકાન
મળતી માહિતી મુજબ, બાપુનગરની ઇન્ડિયા કોલોનીમાં રહેતા અને સુમેલ-7માં ટૂલ્સનો વેપાર કરતા જિતેન્દ્રકુમાર વસોયાએ વર્ષ 2018માં સિંગરવા (Singarva Property) સ્થિત અમરનાથપાર્કમાં મકાન નંબર 15 ખરીદ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં તેમણે આ મકાન શારદાબહેન રાવળને રહેણાંક હેતુ માટે માસિક ₹4,500ના ભાડે આપ્યું હતું.
ફરિયાદ મુજબ, વર્ષ 2019થી 2023 દરમિયાન સમયાંતરે ભાડા કરાર કરવામાં આવ્યા હતા અને આ સમયગાળા દરમિયાન ભાડું નિયમિત ચૂકવવામાં આવતું હતું.
જાન્યુઆરી 2024થી ભાડું ચૂકવવાનું બંધ કર્યાનો આક્ષેપ
મકાનમાલિકના આક્ષેપ મુજબ, જાન્યુઆરી 2024થી શારદાબહેન અને તેમના પુત્ર પિન્ટુ રાવળે ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું હતું. મકાનમાલિકે બાકી ભાડું ચૂકવવા અને મકાન ખાલી કરવા વારંવાર રજૂઆત કરી હતી. જોકે, બંનેએ મકાન ખાલી કરવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ છે. (Gujarat News)
કલેક્ટર સમિતિની મંજૂરી બાદ પોલીસ કાર્યવાહી
મકાન ખાલી ન થતાં જિતેન્દ્રકુમારે જિલ્લા કલેક્ટર કચેરીની લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing Case) સમિતિ સમક્ષ અરજી કરી હતી. સમગ્ર મામલાની તપાસ બાદ સમિતિએ હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો.
આ મંજૂરીના આધારે નિકોલ પોલીસે શારદાબહેન રાવળ અને પિન્ટુ રાવળ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને IPC હેઠળની ફરિયાદ ક્લબ ના કરી શકાય
આ પણ વાંચો: લીંબડીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયો ગુનો, સરકારી જમીન પર ગેરકાયદે કબજો
આ પણ વાંચો: રાજકોટમાં કરોડોની જમીન પર લેન્ડ ગ્રેબિંગનો કેસ: ભાજપ આગેવાન સહિત 6 સામે ગુનો નોંધાયો
