Surendranagar News/ લીંબડીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયો ગુનો, સરકારી જમીન પર ગેરકાયદે કબજો

સુરેન્દ્રનગરના લીંબડીમાં ગેરકાયદે ઈસમો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરાયો હતો, તે મામલે મામલતદારને ધ્યાનમાં આવતા કાર્યવાહી કરીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો.

Gujarat Others

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. લીંબડી મામલતદાર દ્વારા આ અંગે બે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ ભગવાન સોંડલા અને ચકા સોંડલાએ લીંબડીના સર્વે નંબર 806માં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને ત્યાં કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, અને તેઓ તેમાંથી ઉપજ મેળવી રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી વાવેતર કર્યું હતું. લીંબડીના સર્વે નંબર 806માં આરોપીઓએ કબજો કર્યો હતો. કપાસ સહિતના પાકોનું વાવેતર કરી આરોપીઓ ઉપજ લેતા હતા. આ મામલે લીંબડી મામલતદારને જાણ થતા કાર્યવાહી કરી, લીંબડી મામલતદાર દ્વારા 2 આરોપીઓ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી નામે ભગવાન સોંડલા અને ચકા સોંડલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. લીંબડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લીંબડી મામલતદારની ફરિયાદના આધારે લીંબડી પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

@ SACHIN PITHAVA


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને IPC હેઠળની ફરિયાદ ક્લબ ના કરી શકાય

આ પણ વાંચો: રૂ. 200 કરોડની સરકારી જમીન પચાવી પડાઈ, પહેલી વખત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

આ પણ વાંચો: જમીન માફિયાઓની હવે ખેર નહીં, અમદાવાદ કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ હેઠળ 2016 અરજીઓ મળી, 96 સામે FIR નોંધાઇ