Surat News: દેખતે હી રહે જાયે, સુરતીલાલાઓએ વિકસાવેલી આ કારને જોઈને તમે આવું જ કહી શકશો. નવું વિચાર્યા વગર રહી ન રહે તે સુરતી લાલો નહી. એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં ત્રણ વિદ્યાર્થીઓ શિવમ મૌર્ય, સંગમ મિશ્રા અને દિલજીતે વિકસાવેલી ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સ્યુલ કારને જુઓ તો તમે દંગ જ થઈ જાવ.
કારની સાથે જ કોઈના પણ મનમાં સ્ટીયરિંગ અને વ્હીલનો ખ્યાલ સામે આવે. જ્યારે આ કારમાં સ્ટીયરિંગ જ નથી અને ટાયર પણ નથી, છતાં પણ તે કાર છે. આ કાર પાછી એઆઇ ઓપરેટેડ છે અને સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી છે. ફક્ત 65 હજાર રૂપિયામાં સ્ક્રેપમાંથી માલ લઈ આ વિદ્યાર્થીઓએ તેને તૈયાર કરી છે. આ કાર સિંગલ ચાર્જમાં 80 કિ.મી. ચાલે છે. તે સતત 35 કિ.મી.ની ઝડપે દોડે છે. વિદ્યાર્થીઓએ આ કન્સેપ્ટના આધારે ફક્ત ત્રણ જ મહિનામાં કાર બનાવી દીધી હતી. આ પ્રકારની કાર અત્યાર સુધી ભારતમાં જોવા મળી નથી. તેથી તેને ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કાર પણ કહેવાય છે. તેને કેપ્સ્યુલ પણ કહેવાય છે.
AI ઓપરેટેડ કાર
આ કાર જોયસ્ટિક અને મોબાઇલથી ચાલે છે. આગામી દિવસોમાં તે AIથી પણ ઓપરેટે થઈ શકશે. આમ આ કારમાં સ્ટીયરિંગ પણ નથી અને તેને પૈડા પણ નથી. આ કાર ચાર બાય છ ફૂટની કાર છે. તેને જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. આ કાર બનાવવા માટે વિદ્યાર્થીઓ જરૂરી વસ્તુઓ ખરીદી છે. તેઓ આ વસ્તુઓ ભંગારમાંથી લાવ્યા હતા. આ કારની ડિઝાઇન જ તેને વિશેષ બનાવે છે.
આ કાર મેન્યુઅલી પણ ચાલે છે અને જોયસ્ટિક અને ફોનથી પણ ઓપરેટ થાય છે. આ વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં આ કારની ડિઝાઈનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત બનાવવા જઈ રહ્યા છીએ. આમ કરવાથી કારની આગળ અને પાછળના ભાગે સેન્સર લગાવવામાં આવશે. જો આગળ કોઈ વાહન આવે તો આપોઆપ તે રોકાઈ જશે. અમે પ્રેક્ટિકલી કઈ રીતે આ કામ કરે છે તે માટે આ કારના પ્રોટોટાઇપને રસ્તા પર ચલાવ્યા છે. અમે મેક ઓવર કરવાનું વિચારી રહ્યા છીએ. આ કારને મોડીફાય કરી ફ્લાઈંગ કાર બનાવવા માગીએ છીએ. પરંતુ અમારી પાસે બજેટ નથી, મોટી કંપનીઓ લાંબા સમયથી આ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી રહી છે.
કાર ઈકો ફ્રેન્ડલી
વિદ્યાર્થી શિવમ મૌર્યે જણાવ્યું હતું કે, અમે ભવિષ્ય માટે એક પ્રોજેક્ટ તૈયાર કરવા માટે વિચારી રહ્યા હતા. એક એવો પ્રોજેક્ટ બનાવવા માગતા હતા જે પહેલા કોઈએ ક્યારેય બનાવ્યો નથી. અમે એક કાર બનાવી છે જે ભવિષ્યમાં લોકોને દેખાશે, તેની ડિઝાઇન એકથી દોઢ મહિનામાં તૈયાર કરવામાં આવી છે. આ કાર રસ્તા પર કેવી રીતે ચાલશે તે પ્રેક્ટિકલ કર્યું. કારની ડિઝાઇન સંપૂર્ણપણે ફ્યુચરસ્ટિક દેખાશે. કારનું આખું માળખું સર્કલ છે અને માત્ર બોડી જ દેખાશે. તેની ડિઝાઇન ભવિષ્ય પર આધારિત અન્ય કારની સરખામણીમાં અલગ છે.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
