Gandhinagar News/ ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય

ગુજરાત સરકારે લર્નિંગ લાઇસન્સને લઈને મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં લર્નિંગ લાઇસન્સ માટે 15માંથી 11 પ્રશ્નો સાચા આપવા પડતા હતા. હવે રાજય સરકારે જારી કરેલા નવા પરિપત્ર મુજબ કુલ 15માંથી નવ જ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. નવ સાચા જવાબ આપશો તો લર્નિંગ લાઇસન્સ મળી જશે.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Beginners guide to 2024 07 08T114941.433 ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય

Gandhinagar News: ગુજરાત સરકારે લર્નિંગ લાઇસન્સને લઈને મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં લર્નિંગ લાઇસન્સ માટે 15માંથી 11 પ્રશ્નો સાચા આપવા પડતા હતા. હવે રાજય સરકારે જારી કરેલા નવા પરિપત્ર મુજબ કુલ 15માંથી નવ જ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. નવ સાચા જવાબ આપશો તો લર્નિંગ લાઇસન્સ મળી જશે.

રાજ્ય સરકારના નિર્ણયના પગલે વાહન વ્યવહારની કમિશ્નર કચેરીએ આ અંગેનો પરિપત્ર જાહેર કરી દીધો છે. આના પગલે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં પણ મોટાપાયા પર ફેરફાર કરવામાં આવ્યો છે. લર્નિંગ લાઇસન્સના નિયમોમાં આ ફેરફારના લીધે વાહનચાલકો માટે લર્નિંગ લાઇસન્સ મેળવવું વધુ સરળ થયું છે. લાઇસન્સ લેવા માટેની પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. તેના લીધે આગામી સમયમાં લર્નિં ગ લાઇસન્સધારકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

ગુજરાત પરિવહન વિભાગે જણાવ્યું હતું કે લર્નિંગ લાઇસન્સની કમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના જવાપ આપવાની પદ્ધતિ હતી.  વાહન વ્યવહાર વિભાગના તા.૦૧/૦૭/૨૦૨૪ ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ-૧૧(૪) અનુસાર, હવેથી ૧૫ પ્રશ્નોમાંથી ૯ પ્રશ્નોના સાચા જવાબ આપતા લર્નિંગ લાયસન્સ ઇશ્યૂ કરાશે.

આ ફેરફાર કરવા પાછળનો હેતુ ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શક્તા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્

આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું

આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને