Surat News: સુરતમાં સચિનના પાલીગામમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત નીપજ્યા છે. ગઈકાલ બપોરથી આજ સવાર સુધી રેસ્ક્યૂની કામગીરી ચાલી હતી. હાલમાં કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ છે.
પાલીગામમાં આવેલી 5 માળની બિલ્ડિંગ 6 જુલાઈની બપોરે અઢી વાગ્યાની આસપાસ ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતાં કાટમાળમાં કેટલાક લોકો ફસાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
મૃતકોના નામ
હીરામણ કેવટ
અભિષેક કેવટ
સાહિલ ચમાર
શિવપૂજન કેવટ
પરવેશ કેવટ
બ્રિજેશ ગૌંડ
એક મૃતદેહ શનિવારે રાતે 9.10 વાગ્યે કાઢ્યો. બીજો મૃતદેહ રાતે 11.50 વાગ્યે કાઢવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે ત્રણ પુરુષના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય મૃતદેહને સવારે 5.10 વાગ્યે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. છ પુરુષ અને એક મહિલાનો એમ કુલ સાત મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું
આ પણ વાંચો:સીએમની પહિન્દવિધિ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો ભાવપૂર્વક પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા…
આ પણ વાંચો:ભગવાન જગન્નાથ મંદિરના રહસ્યો, રથ અને મૂર્તિઓ વિશે શું તમે જાણો છો?