Vadodara News: વડોદરામાં પેરોલ પર છુટેલા કેદીને મોત મળ્યું. શહેરમાં સેન્ટ્રલ જેલમાંથી છુટેલો કેદી ફતેગંજ બાજુ અકસ્માત થતા ગંભીર ઇજા પામ્યા બાદ કરુણ મોત નિપજયું. પેરોલ પર છૂટેલ કેદી જેલમાં હત્યા સહિત રાયોટિંગના ગુનામાં સજા કાપી રહ્યો હતો. દરમ્યાન કેદીને 6થી 21 જુલાઈના પેરોલ મળતા તે રજા પર બહાર આવ્યા હતો. જો કે ફતેગંજ બ્રિજ પર અકસ્માત થતા કેદીનું મોત નિપજયું.
પેરોલ મંજૂર થતા સતીષને જેલમાંથી મુક્ત કરાયો
ઘટનાની વિગત મુજબ શહેરમાં સેન્ટ્લ જેલમાં મર્ડર તથા રાયોટિંગની સજા કાપનાર કેદી સતીષ ઉર્ફે બોગલ ભીખા પઢીયારના પેરોલ મંજૂર થયા હતા. જેને પગલે કેદી સતીષને 6થી 21 જુલાઈ સુધી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. 22 જુલાઈના રોજ પેરોલનો સમય પૂર્ણ થતા સતીષને પાછા જેલમાં જવાનું હતું. જો કે પેરોલના સમય દરમ્યાન જ ફતેગંજ બ્રિજ પર એક ડીવાઈડર સાથે ભટકાતા કેદી સતીષને ગંભીર ઈજાઓ પંહોચી હતી. અને ગંભીર ઇજાગ્રસ્ત સતીષને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ ઘટનાસ્થળે તેનું મોત નિપજયું. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો
જણાવી દઈએ કે પેરોલ પર છૂટેલ કેદી સતીષ ઉર્ફે બોગલ ભીખા પઢિયાર વડોદરા શહેરના સયાજીપુરા ટાંકી રોડ પર આવેલા શિવ શક્તિ ફલેટમાં રહે છે. પેરોલ મંજૂર થયા બાદ સતીષને 6 જુલાઈના રોજ જેલમાંથી મુક્ત કરાયો હતો. અને બીજા દિવસે 7 જુલાઈના રોજ જ્યારે સતીષ રાત્રીના સમયે બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે ફતેગંજ બ્રિજ પરથી પસાર થતો હતો ત્યારે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક ડીવાઈડર સાથે અથડાયું અને તેને ગંભીર ઇજાઓ પંહોચતા જ ઘટનાસ્થળ પર જ મોત નિપજયું.
આ પણ વાંચો: Gujarat Rain Live 9 July: ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ ખાબકશે….
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા