National News/ ભારત વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે દાઉદ, દિલ્હી-મુંબઈમાં હુમલાનું કાવતરું નિષ્ફળ, 8 ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)અને ISI ના એક મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરી 8 લોકોની ધરપકડ કરી છે. કરાચીના ક્લિફ્ટન રોડથી રચાતા કાવતરા પર વાંચો અહેવાલ.

NATIONAL Top Stories India
Dawood Ibrahim

Dawood Ibrahim Inside Story 2026: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને દહેલાવવાનું એક બહુ મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સિન્ડિકેટ દ્વારા ચલાવવામાં આવી રહેલા એક મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરીને પોલીસે 8 આતંકીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, પાકિસ્તાનનું કરાચી અને ત્યાંનો ક્લિફ્ટન રોડ વિસ્તાર આજે પણ દાઉદ ઈબ્રાહિમ માટે સૌથી સુરક્ષિત આશ્રયસ્થાન બનેલો છે અને તે ત્યાંથી જ ભારત વિરુદ્ધ આતંકી ઓપરેશન્સ ચલાવી રહ્યો છે.

Dawood Ibrahimના ખાસ સાથીદાર મુન્ના અને ISIનું કનેક્શન

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા તમામ શાર્પશૂટર્સ અને આતંકીઓ મુખ્યત્વે દાઉદ ઈબ્રાહિમના(Dawood Ibrahim) અત્યંત નજીકના સાથીદાર મુદસ્સર હુસૈન સૈયદ ઉર્ફે મુન્ના ઝિંગાડાના સીધા સંપર્કમાં હતા. કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં સાઉદી મસ્જિદ નજીક આવેલા દાઉદના મુખ્ય ઘરની પાસે જ ઝિંગાડાએ પોતાનું કમાન્ડ સેન્ટર બનાવ્યું છે. આ સમગ્ર નેટવર્કને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ની કરાચી સ્થિત પ્રાદેશિક કચેરી દ્વારા કડક સુરક્ષા અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે. ભૂતકાળમાં ‘ઓપરેશન સિંદૂર’ વખતે હુમલાના ડરથી દાઉદને કરાચીમાં તેના અન્ય 5 સરનામા (જેમ કે ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, નૂરબાદ અને CP બેરાર સોસાયટી) પર ફેરવવામાં આવ્યો હતો, પરંતુ મામલો શાંત થતાં જ તે ફરી ક્લિફ્ટન રોડ પર આવી ગયો હતો.

દિલ્હી-મુંબઈ મુખ્ય ટાર્ગેટ

આ મોડ્યુલના પ્રાથમિક ટાર્ગેટ દિલ્હી અને મુંબઈના ભીડભાડવાળા તેમજ મહત્વના સ્થળો હતા, જ્યાં ઓછા ખર્ચે વધુ તબાહી મચાવવા માટે ગ્રેનેડ હુમલાનું આયોજન હતું. ISI આ આતંકી કાવતરાને એક ‘હિટ જોબ’ (સોપારી) ની જેમ અંજામ આપવા માંગતી હતી, તેથી તેણે પ્રોફેશનલ આતંકીઓના બદલે અંડરવર્લ્ડ (Dawood Ibrahim)ગેંગનો સહારો લીધો હતો. નવા શાર્પશૂટર્સની ભરતી કરવાથી લઈને હથિયારોની ખરીદી સુધીના આ કામ માટે આ સિન્ડિકેટે આશરે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.

પંજાબ સરહદેથી હથિયારોની સપ્લાય અને ‘એક્ઝિટ પ્લાન’

તપાસ દરમિયાન હથિયારોની હેરાફેરી અને આતંકીઓના લોકેશન બદલવા અંગેના 2 મહત્વના પાસાં સામે આવ્યા છે:

ડ્રોન દ્વારા હથિયારોની સપ્લાય: ભારતમાં હથિયારો(Dawood Ibrahim) સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી ખુદ ISI એ લીધી હતી. ઝિંગાડાએ ISI એજન્ટોની મદદથી પંજાબના ગુરદાસપુર બોર્ડર વિસ્તારમાં ડ્રોન દ્વારા હેન્ડ ગ્રેનેડ અને આધુનિક હથિયારો સપ્લાય કર્યા હતા, જેને દિલ્હી પોલીસે જપ્ત કરી લીધા છે.

નેપાળ અને દુબઈ થઈને ભાગવાનો પ્લાન: મુન્ના ઝિંગાડાએ પકડાયેલા આરોપીઓને ખાતરી આપી હતી કે ભારતમાં બ્લાસ્ટ અને હુમલાને અંજામ આપ્યા બાદ તેઓને રોડ માર્ગે નેપાળ મોકલવામાં આવશે અને ત્યાંથી સેફ પેસેજ આપી ફ્લાઈટ દ્વારા દુબઈ શિફ્ટ કરી દેવાશે. જો કે, તે પહેલા જ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ આખા મોડ્યુલનો ખાતમો કરી દીધો છે.


આ પણ વાંચો:દિલ્હીમાં ISI નું મોટું કાવતરું નિષ્ફળ, દાઉદ કનેક્શન ધરાવતા 9 આતંકીઓની ધરપકડ, હથિયારો જપ્ત

આ પણ વાંચો:મારો આત્મા દાઉદમાં વસે છે’, અંડરવર્લ્ડ ડોન પર રામ ગોપાલ વર્માનું ચોંકાવનારું નિવેદન

આ પણ વાંચો:દાઉદનો ‘ખાસ’ ગણાતો ટાઇગર મેમણ કેમ છે ચર્ચામાં? 32 વર્ષ બાદ ટાડા કોર્ટનો આવ્યો નવો ચુકાદો