Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 6,566 નવા કોરોના દર્દીઓ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં દેશમાં 6,566 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે અને ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 1,58,333 થઈ ગઇ છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, 3,266 લોકો રિકવરી થયા છે અને આની સાથે કોરોનાથી મુક્ત કરાયેલા લોકોની સંખ્યા 67,692 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 194 લોકોનાં મોત નીપજ્યાં છે […]

India

છેલ્લા 24 કલાકમાં દેશમાં 6,566 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે અને ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 1,58,333 થઈ ગઇ છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, 3,266 લોકો રિકવરી થયા છે અને આની સાથે કોરોનાથી મુક્ત કરાયેલા લોકોની સંખ્યા 67,692 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 194 લોકોનાં મોત નીપજ્યાં છે અને મૃતકોની સંખ્યા વધીને 4,531 થઈ છે.

દેશમાં હવે કોરોનાનાં સક્રિય કેસની સંખ્યા વધીને 86,110 થઈ ગઈ છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાનાં કેસ છે. આ ઉપરાંત તમિળનાડુ, દિલ્હી, ગુજરાત જેવા રાજ્યોમાં સૌથી વધુ કોરોના દર્દીઓ જોવા મળ્યા છે. રાહતની વાત એ છે કે દેશમાં એક તરફ રિકવરી દર વધી રહ્યો છે ત્યારે મૃત્યુ દર ઘટી રહ્યો છે.

બુધવારે, ચેપનાં 6,387 કેસ નોંધાયા હતા અને 170 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મંગળવારે 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 6,535 નવા કેસ નોંધાયા છે અને 146 લોકોનાં મોત થયાં છે. સોમવારે રેકોર્ડ 6,977 નવા કેસ નોંધાયા હતા. રવિવારે, 6,767 નવા કેસ મળી આવ્યા અને 147 લોકોનાં મોત થયાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.