Delhi Terrorist Arrest 2026: દેશની રાજધાની દિલ્હીને(Delhi) અસ્થિર કરવાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના એક મોટા અને ઘાતક કાવતરાને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ ISI ના 9 એજન્ટોની ધરપકડ કરી છે, જેના તાર મુંબઈ અંડરવર્લ્ડ અને કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા છે. આ આતંકીઓનો હેતુ દિલ્હી અને મુંબઈ સહિતના મોટા શહેરોમાં અંધાધૂંધી ફેલાવવાનો અને દેશના સૌથી પાવરફૂલ તેમજ સંવેદનશીલ સ્થળો પર લોહીયાળ હુમલો કરવાનો હતો. પકડાયેલા આતંકીઓ દિલ્હી, મુંબઈ અને પંજાબના રહેવાસી છે, જેમાં કેટલાક વિદેશી નાગરિકો પણ સામેલ છે.
Delhi ન્યૂક્લિયર પ્લાન્ટ અને એરપોર્ટ આતંકીઓના નિશાના પર
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા આતંકીઓ દેશના અર્થતંત્ર અને સુરક્ષા વ્યવસ્થાને મોટો ફટકો મારવા માંગતા હતા. તેઓ 24 કલાક સામાન્ય નાગરિકોની ભારે ભીડ ધરાવતા સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાનું કાવતરું રચી રહ્યા હતા, જેથી વધુમાં વધુ જાનમાલનું નુકસાન કરી શકાય. આતંકીઓના હિટલિસ્ટમાં દેશના મહત્વના ન્યૂક્લિયર પ્લાન્ટ, પાવર પ્લાન્ટ, વીજળી મથકો, વ્યસ્ત એરપોર્ટ અને દેશના મોટા રેલવે સ્ટેશનો સામેલ હતા.
પાકિસ્તાની ગ્રેનેડ જપ્ત અને ભારતીયોનો હથિયાર તરીકે ઉપયોગ
દિલ્હી(Delhi) પોલીસે ધરપકડ કરાયેલા આ એજન્ટો પાસેથી મોટી માત્રામાં અત્યાધુનિક હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ પાકિસ્તાનથી ખાસ મોકલવામાં આવેલો ઘાતક વિસ્ફોટક અને હેન્ડ ગ્રેનેડ પણ રિકવર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર ઓપરેશનમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે ISI હવે બહારથી આતંકીઓ મોકલવાને બદલે ભારતના જ સ્થાનિક ગુનેગારો અને યુવકોનું બ્રેઇનવોશ કરીને દેશ વિરૂદ્ધ હથિયાર તરીકે વાપરી રહી છે. આ લોકલ નેટવર્કને અંડરવર્લ્ડના માધ્યમથી ફંડિંગ અને હથિયારો પૂરા પાડવામાં આવી રહ્યા હતા, પરંતુ દિલ્હી પોલીસે સમયસર રેડ પાડીને સમગ્ર નાપાક મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
આ પણ વાંચો:દિલ્હી પોલીસે કર્યો મોટો આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, 8 શંકાસ્પદોની ધરપકડ
આ પણ વાંચો:ભારત વિરુદ્ધ કાવતરું? અમેરિકન નાગરિકની ધરપકડથી ઉઠ્યા મોટા સવાલો
આ પણ વાંચો:દિલ્હીના કાર બોમ્બ બ્લાસ્ટના આતંકીઓએ બોમ્બ બનાવવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો
