૫ નવેમ્બરે આ પૂલ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી ઉપર વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ બનવા જઈ રહ્યો છે. આ પુલ ઉપર ૪૭મીટર લાંબો આર્ક લાગવાનું કામ શરુ થશે. ૨૩ટન વજન ધરવતા આર્કને લગાવવા માટે દુનિયાની સૌથી મોટી કેબલ ક્રેન લગાવામાં આવશે.
આ એવો પ્રથમ મોકો છે કે જ્યાં દુનિયાની સૌથી મોટી ક્રેન લગાવવામાં આવશે. આ પુલ દિલ્હીના કુતુંબમીનારથી ૫ ગણો વધારે ઉંચો છે. આ બ્રીજ પેરિસના એફિલ ટાવર કરતા તેની ઉંચાઈ વધારે છે. આ પુલ પર થઈને બરમુલાથી જમ્મુ સુંધીનો રસ્તો અંદાજ સાડા છ કલાકમાં પાર કરી શકશો. કે હાલમાં આ રસ્તો પાર કરતા તેનાથી બે ગણો સમય વધારે જશે.

આ પૂલને હવે નેશનલ પ્રોજેક્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પૂલને બનાવવાનું કામ અટલ બિહાર વાજપેયીના પ્રધાનમંત્રીના સમયગાળામાં ૨૦૦૨માં શરુ કરવામાં આવ્યું હતું. આ પૂલનું ૨૫૦km રસ્તાનું નિર્માણ રેલ્વે વિભાગ તરફથી કરવામાં આવ્યું છે.
૨૦૦૮માં આ કામને અસુરક્ષિત કરાર જાહેર કરતા આ કામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. પણ ૨૦૧૦મા આને ફરી ચાલુ કરી દેવામાં આવ્યો છે. આં રસ્તા પર લગભગ ૨ હજાર નો ખર્ચ કરવામાં આવ્યો છે.
