Gandhinagar News : નિમુબેન બાંભણિયા તળપદા કોળી સમાજમાંથી આવે છે અને આદર્શ તેમજ સાલસ વ્યક્તિ તરીકેની તેમની છાપ છે. સંગઠનાત્મક કામોમાં તેમની વધુ પકડ છે. તેઓ બે વાર મેયર રહી ચુક્યા છે. ત્રણવાર કોર્પોરેટર અને અનેક જિલ્લાના પ્રભારી તરીકે નિમુબેન બાંભણિયા અત્યંત સાલસ, સાદગીસભર અને આદર્શ છબી ધરાવે છે. નિમુબેન શિક્ષક હતા અને તેઓ એક સ્કૂલ પણ ચલાવે છે અને તેમના પતિ પણ શિક્ષક છે. તે મેયર હતા એ સમયે તેમના પરિવારજનોને સ્પષ્ટ સૂચના હતી કે તેમની મેયર સહિતની ગાડીઓનો ઉપયોગ ન કરવા અને તેમની ઓફિસમાં પણ તેમના પરિવારજનોને આવવાની છૂટ ન હતી.
જાહેર જીવનના આદર્શો વ્યક્તિ જીવનમાં પણ પ્રસ્થાપિત કર્યા
જાહેર જીવનમાં આદર્શ પ્રસ્થાપિત કરવાની વાતો વચ્ચે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા ધરાતલ પર ઉતારી ચુક્યા છે. આ પ્રકારની સાફ છબી ઉપરાંત તેમનો કોળી સમુદાય પર પણ સારો પ્રભાવ છે.
ની પણ જવાબદારી નિભાવી ચુક્યા છે.
- તેઓ 2005 થી 2020 સુધી ત્રણ ટર્મ ઘોઘા સર્કલ વોર્ડ નંબર 13ના કોર્પોરેટર રહી ચુક્યા છે.
- તેઓ ડિસેમ્બર 2015થી જુન 2018 અને 2009 થી 2010 એમ બે ટર્મ ભાવનગરના મેયર પણ રહી ચુક્યા છે
- તેઓ 2011થી 2016 દરમિયાન ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર પદે પણ રહ્યા છે.
પ્રભારી તરીકેની જવાબદારી
- વર્ષ 2011 થી 2013 દરમિયાન અમરેલીના પ્રભારી
- વર્ષ 2013થી 2019 દરમિયાન સુરેન્દ્રનગરના પ્રભારી
- વર્ષ 2019- 2020 દરમિયાન ભાવનગર શહેર મહિલા મોરચાના પ્રભારી
- વર્ષ 2021-2023 દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી
- વર્ષ 2023— થી જુનાગઢ શહેરના પ્રભારી
આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના
આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?
