Gujarat News/ ગુજરાત હાઇકોર્ટ અને CM ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી: 2 કલાકના અંતરે મળ્યા ઈ-મેઇલ

ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court Bomb Threat) અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યાનો દાવો. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસ દ્વારા તપાસ.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Gujarat High Court Bomb Threat: 2 કલાકમાં બે ધમકીભર્યા ઈ-મેઇલ

Gujarat News: ગુજરાત હાઇકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલય (CM Office Threat)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. હાઇકોર્ટને બપોરે 1:11 વાગ્યે ધમકીભર્યો ઈ-મેઇલ (Gujarat High Court Bomb Threat) મળ્યો હતો. ત્યારબાદ બોમ્બ અને ડોગ સ્ક્વોડ તેમજ સોલા પોલીસની ટીમ તાત્કાલિક હાઇકોર્ટ પરિસરમાં પહોંચી હતી. અહીં સુરક્ષા વ્યવસ્થા વધારીને તપાસ શરૂ કરવામાં આવી છે.

CM ઓફિસને પણ ધમકીભર્યો ઈ-મેઇલ

હાઇકોર્ટ બાદ બપોરે 3:11 વાગ્યે મુખ્યમંત્રી કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે ઈ-મેઇલ (Khalistan National Army Email) મળ્યો હોવાનું જણાવાયું છે. આ બંને ધમકીઓ બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી છે.

Gujarat High Court Bomb Threat: હાઇકોર્ટમાં ચેકિંગ, પોલીસ એલર્ટ

ધમકી મળતાં જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે હાઇકોર્ટ પરિસરમાં તપાસ શરૂ કરી હતી. સોલા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ધમકીભર્યા ઈ-મેઇલ કોણે મોકલ્યા અને તેમાં કેટલી હકીકત છે તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: સ્કૂલોથી હાઇકોર્ટ સુધી બોમ્બની ધમકી, પાકિસ્તાન-બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું

આ પણ વાંચો: શાળા અને કોર્ટને બોમ્બની ધમકીના મેઇલ પાછળ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન સામે આવ્યું

આ પણ વાંચો: અમદાવાદની 4 સ્કૂલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બની ધમકી, 11 મહિનામાં 8મી વખત ઈમેલ