Vadodara News/ વડોદરાની સયાજી હોસ્પિટલના પહેલા માળેથી દર્દીએ પડતું મુક્યું

સયાજી હોસ્પિટલમાં આજે સવારે 6 વાગ્યાની આસપાસ એક દર્દીએ બારીમાંથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ….

Top Stories Vadodara Breaking News

Vadodara News: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) માં આજે સવારે 6 વાગ્યાની આસપાસ એક દર્દીએ બારીમાંથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ખોડિયારનગરના ન્યૂ વીઆઈપી રોડ પર વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવારને 5 નવેમ્બરના રોજ ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પહેલા માળે આવેલા ડી-1 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. સદનસીબે, બારીમાંથી પડી જવા છતાં, દર્દી બચી ગયો અને હવે વધુ સારવાર માટે ઓર્થો વિભાગમાં દાખલ છે.

ફોરવીલર ચાલકે તેમને ટક્કર મારી હતી
મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ખોડીયાર નગર નજીક આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર ગત 5મી નવેમ્બરે પોતાની બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા ફોરવીલર ચાલકે તેમને ટક્કર મારી હતી, જેના કારણે તેમને પગમાં ગંભીર ઈજા અને ફેક્ચર થયું હતું. આ અકસ્માત બાદ દયાનંદભાઈને તાત્કાલિક સારવાર અર્થે તે જ દિવસે (5મી તારીખે) સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ સર્જીકલ બિલ્ડિંગમાં સારવાર હેઠળ હતા.

આ દરમિયાન આજે (શનિવારે) વહેલી સવારે 6:00 વાગ્યાની આસપાસ તેમણે અચાનક બિલ્ડિંગના પહેલા માળે આવેલી બારીમાંથી નીચે ભૂસકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના જોઈને હાજર સ્ટાફ અને અન્ય દર્દીઓ ચોંકી ઉઠ્યા હતા. હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક દોડી જઈને દયાનંદને બચાવી લીધા હતા અને તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર શરૂ કરી દીધી હતી. દયાનંદએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના અંગે હોસ્પિટલ પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા સયાજી હોસ્પિટલમાં ચકચાર: સિનિયર તબીબ પર દુષ્કર્મનો આરોપ

આ પણ વાંચો:વડોદરાની સયાજી હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર ! લાખોના ખર્ચે વોટર કૂલર ભાડે લેવાયા

આ પણ વાંચો:વડોદરાની સૌથી મોટી સયાજી હોસ્પિટલ દવા મામલે દેવાદાર : દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા