Vadodara News વડોદરા જિલ્લામાં આવેલી સયાજી હોસ્પિટલનું તંત્ર ભ્રષ્ટાચાર (Corruption) માં સપડાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉનાળા (Summer) ની શરુઆત થયાની સાથે જ વોટર કૂલર (Water cooler) ભાડે લેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હોસ્પિટલ દ્વારા 50 જેટલા કૂલર ભાડે લેવાયા હોવાનું ધ્યાને આવ્યું છે. દર્દીઓ ગરમીમાં પરેશાન ન થાય તેમજ તેમને રાહત મળે તે માટે વોર્ડમાં કૂલર રાખવામાં આવ્યા છે.
સયાજી હોસ્પિટલમાં થયેલા આ ભ્રષ્ટાચાર અંગે જાણવા મળતી વિગતો મુજબ હોસ્પિટલ તંત્ર દ્વારા કૂલરનું દૈનિક રુ. 300 જેટલું ભાડું કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે છે. જે પ્રત્યેક દિવસનું રુ.1500 આવનારા 3 મહિનાનો કોન્ટ્રાક્ટ હોવાથી તંત્ર કોન્ટ્રાક્ટરને 13,50,000 ભાડું ચૂકવશે. તેવો આક્ષેપ કરાયો છે. જો તંત્ર ઓછા ખર્ચે કૂલર વસાવી શકતી હોય તો કેમ આટલો મોંઘો ખર્ચ વેઠીને કૂલર ભાડે રાખવામાં આવ્યા આ એક સવાલ છે?
હાલમાં હોસ્પિટલમાં રાખેલા વોટર કૂલરની બજાર કિંમત રુ. 17,000 બજાર કિંમત છે. જો હોસ્પિટલ બજારમાંથી કૂલર ખરીદે તો ખર્ચ ઓછો થઈ શકે. 300 જેટલા વોટર કૂલર બજારમાંથી ખરીદવામાં આવે તો ખર્ચ માત્ર 8.50 લાખ જેટલો ખર્ચ થાય. ત્યારે હોસ્પિટલ દ્વારા કૂલર ખરીદવાની જગ્યાએ ભાડે લેતા વિવાદ સર્જાયો છે. ત્યારે ICUમાં સેન્ટ્રલ AC હોવા છતાં કૂલર મૂકવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે હોસ્પિટલના RMO ડો. હિતેન્દ્ર ચૌહલે નિવેદન આપ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયા ટેન્ડર મુજબ કરવામાં આવી છે.
![]()
આ પણ વાંચો: વડોદરામાં કારેલીબાગમાં રસ્તા પર પાકિસ્તાની રાષ્ટ્રધ્વજના પોસ્ટરો લગાવાયા
આ પણ વાંચો: પાનકાર્ડમાં સુધારો કરવા રૂ.500 ની લાંચ લેતા વડોદરામાં ઓફિસ સુપ્રિટેન્ડન્ટ ઝડપાયો
આ પણ વાંચો: ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, વડોદરામાં 500 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ધરપકડ
