Not Set/ રાજકોટ/ ખાનગી કારમાં લૂંટના આરોપીને કોર્ટ લઈ જવું પોલીસકર્મીઓને પડ્યું ભારે, કરાયા સસ્પેન્ડ

ચોરી અને લૂંટ જેવો ગુનો કરનાર આરોપીને ફેસેલિટી આપવી ચેર પોલીસકર્મીને ભારે પડ્યું છે.  ચાર પોલીસકર્મીની કસ્ટડીમાં રહેલા આરોપીને જેલમાંથી ખાનગી કારમાં બેસાડીને કોર્ટમાં લઈ જવામાં આવતા ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સબ ઈન્સપેક્ટર બીબી રાણા સહિત કોન્સ્ટેબલ ઉપેન્દ્ર વાઘેલા, મયૂરસિંહ પરમાર અને યશપાલ ઝાલાને સસ્પેન્ડ […]

Gujarat Rajkot

ચોરી અને લૂંટ જેવો ગુનો કરનાર આરોપીને ફેસેલિટી આપવી ચેર પોલીસકર્મીને ભારે પડ્યું છે.  ચાર પોલીસકર્મીની કસ્ટડીમાં રહેલા આરોપીને જેલમાંથી ખાનગી કારમાં બેસાડીને કોર્ટમાં લઈ જવામાં આવતા ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

આ મામલે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સબ ઈન્સપેક્ટર બીબી રાણા સહિત કોન્સ્ટેબલ ઉપેન્દ્ર વાઘેલા, મયૂરસિંહ પરમાર અને યશપાલ ઝાલાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે આરોપીને નિયમ વિરુદ્ધ સરકારીને બદલે ખાનગી કારમાં કોર્ટમાં લઈ જવાબ બદલ તપાસ શરુ કરવામાં આવી છે.

 આ ચારેય પોલીસકર્મીઓ લૂંટના આરોપીને સરકારીને બદલે ખાનગી કારમાં કોર્ટમાં લઈ ગયા હતા. જો કે, કોર્ટના પાર્કિંગમાં આ કાર એક વકીલની ગાડીને અથડાઈ જતાં થયેલી બબાલમાં સમગ્ર ઘટના સામે આવી હતી.

આ મામલે ખાસ વાત એ છે કે આ ચાર પોલીસકર્મીઓ લૂંટના આરોપીને જે ખાનગી કારમાં લઇ આવ્યા હતા તે કારની નંબર પ્લેટ પણ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.