Ahmedabad/ “તું અગાઉ કેક લઈને ગયો હતો તેના બાકી પૈસા તો આપ…” પછી જે થયું તે સાંભળીને તમે ચોંકી ઉઠશો…

જુહાપુરા ફતેહ વાડી કેનાલ પાસે આવેલી “ધ કેક વર્ડ” નામની દુકાન માંથી રીઝવાન પઠાણ નામની વ્યક્તિએ અગાઉ કેક ની ખરીદી કરી હશે. અને તેના રૂપિયાની ચુકવણી કરવાની બાકી રહી ગઈ હશે.

Ahmedabad Gujarat

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

લોકો એકબીજાની બર્થ ડે માટે સરસ મજાના કેક એટલા માટે ખરીદતા હોય છે કે તેમનો જન્મ દિવસ યાદગાર બની રહે. અને તે કેક ખાઇને તેનો જે ટેસ્ટ આવતો હોય છે તેનાથી લોકોને ખુબજ મજા આવતી હોય છે.

કેક જેવી સામાન્ય બાબતમાં ગઈ કાલે જુહાપુરા વિસ્તારમાં બે ગ્રાહકો ઉપર ખુદ દુકાનદાર તલવાર લઈને તુટી પડ્યો હતો. જેમાં બંને ગ્રાહકોને ઈજાઓ પણ પહોંચી હતી.

જુહાપુરા ફતેહ વાડી કેનાલ પાસે આવેલી “ધ કેક વર્ડ” નામની દુકાન માંથી રીઝવાન પઠાણ નામની વ્યક્તિએ અગાઉ કેક ની ખરીદી કરી હશે. અને તેના રૂપિયાની ચુકવણી કરવાની બાકી રહી ગઈ હશે.

દુકાનદાર મોહંમદ ઇદરીશ સૈયદ અને તેના સાથીદાર આસીમ અલી સૈયદએ રીઝવાન પઠાણ પાસેથી કેકની બાકી રકમની વસૂલી કરી હતી.

જેમાં દુકાનદારે ગુસ્સાથી રિઝવાન ને જણાવ્યું કે ” તે મારા ત્યાંથી એક કેક લઈ ગયો હતો, તેની બાકી રકમ ક્યારે આપીશ, મને અત્યારે ને અત્યારે તેની રકમ આપી દે…”

રીઝવાનએ આશ્વાસન આપતા જણાવ્યું કે તે આ રકમ ચૂકવી આપશે. પરંતુ, દુકાનદારે તેની વાત સાંભળ્યા વિના તેની સાથે ઝઘડો શરૂ કરી દિધો હતો. અને જોત જોતામાં મોહમ્મદ ઇદરીશ સૈયદે ક્યાંકથી તલવાર લાવીને રીઝવાન અને તેની સાથે આવેલા તેના એક મિત્ર પર હુમલો કરી દિધો હતો. એટલું જ નહિ, દુકાનમાં કામ કરતા આસીમ અલી સૈયદે પણ બને ગ્રાહકો પર લાકડાના દંડા વડે હુમલો કર્યો હતો. જેમાં બંનેને શારીરિક ઈજાઓ પહોંચતા તેમને આસપાસના લોકોએ હોસ્પિટલ માં પહોંચાડ્યા હતા.

હાલ, વેજલપુર પોલીસે રીઝવાન ની ફરિયાદના આધારે દુકાનદાર મોહમ્મદ ઇદરીશ સૈયદ અને તેના સાથી આસીમ સૈયદ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…