અમદાવાદ શહેરમાં તંબાકુ માફિયાઓનો આતંક ખુબજ વધતો જઈ રહ્યો છે. પોતાની આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે ગુટખા તંબાકુ માફિયાઓ આડેધડ ડુપ્લીકેટ તંબાકુની સામગ્રીનો વેચાણ કરી રહ્યા છે. લોકોના જીવનની સાથે ચેંડા કરીને પોતાના ઘરની તિજોરી ભરી રહ્યા છે. અને આવા ઈસમોને રંગેહાથે ઝડપી પાડવા માટે શહેર પોલીસે કવાયત હાથ ધરી છે. શહેરના ખોખરા વિસ્તારમાંથી અગાઉ ડુપ્લીકેટ તંબાકુ અને ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી હતી.
વળી પાછું આજે શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી સોદાગરની પોળના મકાનમાં ડુપ્લીકેટ તંબાકુનો જથ્થો સંઘરીને રાખવામાં આવેલો છે તેવી બાતમી કાલપુર પોલીસને પ્રાપ્ત થતા તેંમણે બાતમીની જગ્યાએ દરોડા પાડીને જશવંત છાપ ટેલીફોન બીડી તેમજ અન્ય રજીસ્ટર થયેલી બીડીઓના નામનો ખોટો ઉપયોગ કરીને બનાવટી કંપનીઓના નામે નિમ્ન કક્ષાની બીડીઓનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે જુહાપુરામાં રહેતા મોહમદ આદિલ અન્સારી અને મકાન માલિક જુબેર કુરૈશી સામને કોપીરાઈટની કલમો સહિતનો ગુનો દાખલ કરીને 4.51 લાખનો ડુપ્લીકેટ તંબાકુનો જથ્થો જપ્ત કર્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
