Not Set/ સુરત જિલ્લામાં એકાએક આવ્યો વાતાવરણમાં પલટો, ધરતીપુત્રો ચિંતામાં

સુરત, થોડાક દિવસ અગાઉ સર્જાયેલા અપર સાઈક્લોનની અસર સુરત જિલ્લામાં પણ જોવા મળી રહી છે. મંગળવારે સુરત જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. બીજી બાજુ આ વરસાદી છાંટા પડતા કેરી પકવતા ખેડુતો ચિંતામાં મુકાયા છે. વરસાદી વાતાવરણને લઇને કેરીના પાક તેમજ ઉનાળુ પાકને નુકશાન થવાની […]

Gujarat

સુરત,

થોડાક દિવસ અગાઉ સર્જાયેલા અપર સાઈક્લોનની અસર સુરત જિલ્લામાં પણ જોવા મળી રહી છે. મંગળવારે સુરત જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. બીજી બાજુ આ વરસાદી છાંટા પડતા કેરી પકવતા ખેડુતો ચિંતામાં મુકાયા છે.

વરસાદી વાતાવરણને લઇને કેરીના પાક તેમજ ઉનાળુ પાકને નુકશાન થવાની ભીતિ છે ત્યારે આ શક્યતાને જોતા ખેડુતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ત્યારે હવે કેરીના પાકને નુકશાન થશે તો ખેડુતોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે અને આ પાકના નુકશાનના કારણે કેરીના ભાવમાં પણ વધારો થઇ શકે છે. આ ભાવવધારાની સીધી અસર લોકોને પડવાના એંધાણ છે.

બીજી બાજુ વાતવરણના આવેલા પલટાને કારણે અસહ્ય ગરમીમાં શેકાઈ રહેલા ડાયમંડ સિટીના લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.

મહત્વનું છે કે, ગત મંગળવારે દેશભરના રાજ્યોમાં ઠેરઠેર વરસાદી ઝાપટાં પડ્યા હતા. ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ વરસાદી ઝાપટાં પડવાથી ગરમીમાં રાહત મળી હતી.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં અચાનક જ હળવો વરસાદ પડવાની શરૂઆત થતા લોકો આશ્વર્યમાં મૂકાઈ ગયા હતા. રાજકોટ, દ્વારકા, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, અમરેલીમાં પણ કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો હતો.

આ પહેલા હવામાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઓલાવૃષ્ટિ થઈ શકે છે તેવી સંભાવનાઓ છે ત્યારે હિમાચલ અને ઉત્તરાખંડમાં ઝડપી પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલ તો વરસાદી ઝાપટાં પડવાથી દેશભરમાં ગરમીથી રાહત મળશે.