Not Set/ પાટડીમાં પોલીસ સ્ટેશન નજીક જ ધાર્મિક વિધિના મેળામાં લોકો ઉમટ્યાં, 3 સામે ફરિયાદ દાખલ કરાઈ

કોરોનાની ત્રીજી લહેરના પગલે લોકોમાં ભયનો માહોલ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીમાં પોલીસ સ્ટેશન નજીક જ ધાર્મિક વિધિના મેળામાં લોકો ઉમટ્યાં હતા.

Gujarat Others

કોરોનાની ત્રીજી લહેરના પગલે લોકોમાં ભયનો માહોલ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીમાં પોલીસ સ્ટેશન નજીક જ ધાર્મિક વિધિના મેળામાં લોકો ઉમટ્યાં હતા અને અંધશ્રધ્ધાના નામે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ શોભાયાત્રામાં અસંખ્ય લોકો એકઠા થયા, સોશિયલ ડીસ્ટન્સના ઉડ્યા ધજાગરા ઉડ્યાં હતા. પાટડીમાં ડીજેના તાલે કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ અપાતુ હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરી ત્રણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં જેના ઘરે કાર્યક્રમ હતો એ, ડીજેવાળા અને અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.

કોરોના કપરાકાળમાં અનેક લોકો અકાળે મોતમાં મુખમાં ધકેલાઇ ગયા છે. કોરોનાની ત્રીજી લહેરના પગલે સરકાર દ્વારા શોભાયાત્રા અને ધાર્મિક મેળાવડા અને ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ સાથેની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરના પગલે લોકોમાં ભયનો માહોલ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીમાં પોલીસ સ્ટેશન નજીક જ ધાર્મિક વિધિના મેળામાં લોકો ઉમટ્યાં હતા અને અંધશ્રધ્ધાના નામે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.

આ શોભાયાત્રામાં અસંખ્ય લોકો એકઠા થયા, સોશિયલ ડીસ્ટન્સના ઉડ્યા ધજાગરા ઉડ્યાં હતા. પાટડીમાં ડીજેના તાલે કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ અપાતુ હોવાની ઘટના સામે આવી છે. પાટડી પોલીસ મથકેથી માત્ર 300 મીટરના અંતરે ભીડ, ડીજેના તાલે કલાકો સુધી લોકો બિન્દાસ રીતે નાચતા રહ્યાં હતા. રોડ ઉપર કલાકો સુધી ભીડના કારણે રાહદારીઓ અને વાહનચાલકો પણ ટ્રાફિક જામ થવાના લીધે પરેશાન થયા હતા. ત્યારે પાટડીમાં કોવિડ ગાઈડ લાઈનના‌ લીરેલીરા ઉડાવી લોકો ડીજેના‌ તાલે નાચતા જોવા‌ મળ્યા હતા. અને રોડ રસ્તા ઉપર 20 કિલોથી વધુ ગુલાબના ફૂલની પથારીઓ થયેલી જોવા મળી હતી.