અપહરણ/ પાકિસ્તાને 6 ફિશિંગ બોટ સાથે 35 માછીમારોના અપહરણ કર્યા

પાકિસ્તાને 35 માછીમારોના અપહરણ કર્યા

Gujarat

પાકિસ્તાન તેની નાપાક હરકતમાંથી બાજ નહિ આવે,ભારત સાથે પ્રત્યક્ષ રીતે લડી ના શકતું હોવાથી પરોક્ષ રીતે આડોડાઇ કરે છે. અરબી સમુદ્રમાં પાકિસ્તાન મરીનની ફરી નાપાક હરકત જોવા મળી છે.ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન પાસેથી પાકિસ્તાને સૈારાષ્ટ્ર 6 ફિશિંગ બોટ સાથે 35 માછીમારોને અપહરણ કર્યા છે

પાકિસ્તાને તેના નાપાક મનસૂબાને પાર પાડિને પોરબંદરની પાંચ અને ઓખાની 1 બોટ સાથે કુલ6 બોટ અને 35 માછીમારોના અપહરણ કર્યા છે. આ વિસ્તારમાં અવાર નવાર પાકિસ્તાન આવી હરકત કરે છે.

ઉલ્લેખનીય છે કે  ભારતની બોટ સાથે માછીમારોનો અપહરણ કરવાનાં બનાવો સામાન્ય બની ગયાં છે અવારનવાર પાકિસ્તાન આવું કૃત્ય કરી રહ્યું છે. આ જટિલ સમસ્ટા માટે બોટ એસોસિએશન અને બોટ માલિકો સાથે એસઓજીએ એક મિટિંગ યોજી હતી. માછીમારોએ આઇએમબીએલ ક્રોસ ના કરવાની સલાહ અને સૂચના આપવામાં આવી હતી.