Gujarat Weather: IMD મુજબ, આગામી 2-3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન 39-41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ કારણે આ વિસ્તારોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. આના કારણે, 15 માર્ચથી 19 માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાતનાં પ્રદેશોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાય તેવી શક્યતા છે. જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
પવનની દિશા બદલાતા ગુજરાતમાં હાલ તાપમાન ઘટ્યું છે. મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. કમોસમી વરસાદ પડવાથી હવામાન બદલાઈ શકે છે. ખેતરમાં આંબાના મોર પણ ઊતરી શકે છે. ભીષણ ગરમી (Heatwave)માં માવઠા (Unseasonal Rainfall)થી રાહત થશે પરંતુ ખેડૂતોના પાકને મોટું નુકસાન પણ થવાની સંભાવના છે. ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ ઠંડી (Cold weather)નો ચમકારો જોવા મળ્યો હતો. પરંતુ બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હવામાન વિભાગે યલો એલર્ટ (Yellow Alert) જારી કર્યુ છે.
ગુજરાતમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. મોડી રાત્રે અને વહેલી સવારે તાપમાનનો પારો ગગડ્યો છે. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 36.9 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી, ડીસામાં 36.2 અને વડોદરામાં 36.4 ડિગ્રી, સુરતમાં 36.4, ભુજમાં 36.2 ડિગ્રી, અમરેલીમાં 37.4, પોરબંદરમાં 35.1 ડિગ્રી, ભાવનગરમાં 34.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.7 ડિગ્રી, મહુવામાં 35.4, કેશોદમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો:આગામી 2 દિવસ ગુજરાતમાં પડશે આકરી ગરમી, IMDએ જારી કર્યુ યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીમાં ઘટાડો, બેવડી ઋતુના કારણે લોકોની તબિયત લથડી