Gujarat Weather: ગુજરાતમાં હાલમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાનશાસ્ત્રીઓએ વધુ ઠંડી પડવાની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર 11 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવન ફૂંકાઈ શકે છે,પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.
ઠંડીને કારણે આ શહેરોમાં નીચું નોંધાયું તાપમાન
રાજ્યના કેટલાક શહેરોમાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા નોંધાયેલા તાપમાન મુજબ, નલિયામાં સૌથી ઓછું તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કંડલા બંદર, રાજકોટ અને વડોદરામાં પણ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં (Saurashtra) તાપમાન સામાન્ય કરતાં ઓછું હતું, જ્યારે ઉત્તર ગુજરાતમાં તાપમાન સરેરાશ કરતાં વધુ હતું. અન્ય કોઈ જિલ્લામાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નોંધાયો નથી.
શુક્રવારે, નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું, જ્યાં તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ હતું.રાજ્યમાં હાલમાં શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 11 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે. પૂર્વ દિશાથી પવનની ગતિ વધુ હોવાથી, હાલ તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

