Gujarat News : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વર્ષે રાજ્યમાં વધુ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. તેમણે નીનો વિસ્તારમાં લા-નિનો બનવાના સંકેત આપ્યા છે. જેમાં 18થી 21 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં ચક્રવાત બની શકે છે. ઉપરાંત 26 ઓક્ટો. બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે.
જેને લઈને 7 નવેમ્બરના રોજ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, એમ તેમણે જણાવ્યું હતું. તે સિવાય ચક્રવાતથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. દરમિયાન દિવાળીથી 30 ઓક્ટોબર સુધીમાં રાજ્યનું હવામાન પલટાશે. આમ હવામાનમાં પલટો આવતા ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. બંગાળના ચક્રવાતની ગુજરાતમાં સીધી અસર થશે. ઉપરાંત રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાશે. જેમાં આગામી 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજાવી ઠંડી પડશે.
આ પણ વાંચો: Gandhinagar News/નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ…
આ પણ વાંચો: Gujarat News/ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” અમલમાં મૂકાયો
આ પણ વાંચો: ગાંધીનગર ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું શક્તિ પ્રદર્શન, મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત
