Gujarat News/ ભાજપ-કોંગ્રેસ નેતાઓ કૃષિ મહોત્સવમાં ખુરશી મામલે બાખડ્યાં

ભાજપમાંથી સસ્પેન્ડેડ નેતા વલ્લભ પટેલને સ્ટેજ પર બેસાડાતાં કોંગ્રેસી નેતાઓના લોહી ઉકળી ઉઠ્યા હતા

Gujarat Others

Gujarat News :  હળવદમાં કૃષિ મહોત્સવમાં સ્ટેજ પર બેસવાને લઈને ભાજપ-કોંગ્રેસના નેતાઓ જાહેરમાં બાખડી પડ્યાં હતા. જે જનતા માટે કાર્યક્રમ રાખ્યો હતો તે સાઈડમાં રહીને ખુરશી માટે નેતાઓ બાખડી પડ્યાં હતા. વાત જાણે એમ છે કે, ભાજપમાંથી સસ્પેન્ડેડ નેતા વલ્લભ પટેલને સ્ટેજ પર બેસાડાતાં કોંગ્રેસી નેતાઓના લોહી ઉકળી ઉઠ્યા હતા.

બીજી તરફ જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ પણ સ્ટેજ પર ચઢી ગયા, અને ગામના સરપંચ અને સરપંચના પતિને નીચે બેસવાનો વારો આવ્યો હતો. સમગ્ર માથાકૂટ ધારાસભ્ય પ્રકાશ વરમોરાની હાજરીમાં થઈ હતી. MLA સાહેબ જોતાં રહ્યાંને નેતાઓ ઝઘડતાં રહ્યાં હતા. ભારે રકઝક બાદ તમામ નેતાઓને સ્ટેજ પરથી ઉતારી દેવાયા હતા. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે, સસ્પેન્ડેડ નેતા વલ્લભ પટેલ દરેક કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળે છે. તેમને ભાજપે માત્ર કાગળ પર જ સસ્પેન્ડ કર્યા છે.હળવદમાં કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસ સામ સામે આવી ગયા હતા. કાર્યક્રમમાં ત્રણ બાબતોને લઈ નવા ઇસનપુર ગામે બબાલ થઇ હતી.

સસ્પેન્ડ BJP નેતા વલ્લભ પટેલને સ્ટેજ ઉપર બેસાડતા વિવાદ વકર્યો હતો. આ ઉપરાંત જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. સરકારી કાર્યક્રમમાં સરપંચ તેમજ સરપંચના પતિઓને નીચે બેસાડવાનો પણ વિરોધ કર્યો હતો. ધારાસભ્ય પ્રકાશ વરમોરા હાજરીમાં કોંગ્રેસ અને ભાજપ સામ સામે આવી ગયા હતા. જો કે ધારાસભ્યએ મામલો થાળે પાડવાના બદલે સમગ્ર બબાલથી દુર જ રહ્યા હતા. ભારે રકઝક બાદ તમામને નેતાઓને સ્ટેજ પરથી નીચે ઉતારાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhinagar News/નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ…

આ પણ વાંચો: Gujarat News/ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” અમલમાં મૂકાયો

આ પણ વાંચો: ગાંધીનગર ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું શક્તિ પ્રદર્શન, મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત