Banaskantha News/ બનાસકાંઠામાં કોંગ્રેસ, આદિવાસી નેતાઓની મધરાતે અટકાયત

બનાસકાંઠામાં આદિવાસી સમાજના આગેવાનો (Tribal leaders) અને યુવાનો દ્વારા 131 કિમી પદયાત્રા શરૂ કરવામાં આવી હતી.

Top Stories Gujarat Breaking News
Tribal leaders

Banaskantha News:બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજમાં છેલ્લા ત્રણ વર્ષથી જાતિના દાખલા મેળવવામાં આવતી હેરાનગતિ અને તેના કારણે યુવાનોની સરકારી નોકરીઓ અટકી પડવાના મુદ્દે આક્રોશ વધી રહ્યો છે. આ મુદ્દે દાંતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતી ખરાડીની આગેવાનીમાં આદિવાસી આગેવાનો (Tribal leaders) અને યુવાનોએ રવિવારે પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી હતી. આ યાત્રા ચાર જિલ્લાઓમાંથી પસાર થઈને ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરવાની છે.

આદિવાસી આગેવાનો (Tribal leaders) અને યુવાનોની પદયાત્રા

Tribal leaders

જોકે, પોલીસે મંજૂરી ન હોવાના કારણે પાલનપુરથી માત્ર 12 કિમી દૂર કાણોદર નજીક યાત્રાને અટકાવી દીધી હતી. સમજાવટ નિષ્ફળ જતાં મોડી રાત્રે પોલીસે ટીંગાટોળી કરી આગેવાનોની અટકાયત કરી હતી. અટકાયતમાં લેવાયેલા તમામને પાલનપુર તાલુકા પોલીસ મથકમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ વહેલી સવારે તેમને છોડી મુકવામાં આવ્યા હતા.ધારાસભ્ય કાંતી ખરાડીએ જણાવ્યું કે, “આજે અમે ફરીથી સિદ્ધપુરથી પદયાત્રા શરૂ કરીશું. લાંબા સમયથી જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવા છતાં જાતિ દાખલાની સમસ્યાનું નિવારણ આવ્યું નથી. ભણેલા-ગણેલા યુવાનો દાખલાના અભાવે નોકરીથી વંચિત રહી રહ્યા છે.

સ્થાનિક સ્તરે સમસ્યા ઉકેલાતી ન હોવાથી ગાંધીનગર (Gandhinagar) સુધી પદયાત્રા કરવી પડી છે.”આદિવાસી આગેવાન (Tribal leaders) ઈશ્વર ડામોરે કહ્યું કે, “છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જાતિ દાખલા મેળવવામાં હેરાનગતિ દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ, મામલતદાર, કલેક્ટર, મંત્રીઓ, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી લેખિત રજૂઆતો કરી છે, પરંતુ કોઈ સકારાત્મક પગલું લેવાયું નથી. ત્રણ વર્ષથી મહેનત કરી પરીક્ષા પાસ કરનાર યુવાનોના નોકરીના ઓર્ડર જાતિ ખરાઈના નામે અટકાવી રાખવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠા: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ચૂંટણી

આ પણ વાંચો:અમારો શિક્ષક પાછો આપો, બનાસકાંઠાની બે શાળાને તાળાબંધી

આ પણ વાંચો:બનાસકાંઠામાં સામાજિક બાબતને લઈ 40થી 50ના ટોળાએ કર્યો હીંચકારો હુમલો