Business News/ આધાર OTP વિના ટ્રેન ટિકિટ નહીં! IRCTCના નવા નિયમોથી જનરલ મુસાફરોને આધાર કાર્ડ લિંક જરૂરી….

IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કર્યા બાદ, ટિકિટ બુકિંગ સમયે તમારા આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર OTP આવશે.

Trending Business
IRCTCમાં હવે આધાર વગર ટ્રેન ટિકિટ બુક કરવી મુશ્કેલ બનશે

Business News: ભારતીય રેલવે(Indian Railway)એ ટ્રેન ટિકિટ(Train ticket)બુકિંગ પ્રક્રિયામાં એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. 29 ડિસેમ્બરથી IRCTC (Indian Railway Catering and Tourism Corporation) પર આધાર લિંક ન કરેલા યુઝર્સ માટે રિઝર્વ ટ્રેન ટિકિટ બુકિંગ પર સમયબદ્ધ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ ટિકિટ દલાલો, નકલી એકાઉન્ટ્સ અને બોટ સોફ્ટવેર દ્વારા થતી ગેરકાયદેસર બુકિંગને રોકવાનો છે.

ભારતીય રેલવે(Indian Railway)એ ત્રણ તબક્કામાં લાગુ થતો નવો નિયમ

ભારતીય રેલવે(Indian Railway)એ આ નિયમને એકસાથે નહીં પરંતુ ત્રણ તબક્કામાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ ફક્ત જનરલ કોટાની રિઝર્વ ટિકિટ બુકિંગ માટે જ લાગુ પડશે.

29 ડિસેમ્બરથી: આધાર વિના યુઝર્સ સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી ટિકિટ બુક નહીં કરી શકે

5 જાન્યુઆરીથી: સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી પ્રતિબંધ

12 જાન્યુઆરીથી: સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી આધાર વગર બુકિંગ બંધ

આ નિયમ લાવવાનો મુખ્ય હેતુ શું છે?

ભારતીય રેલવે(Indian Railway) અનુસાર, ઓપનિંગ ડે પર હજારો ફેક એકાઉન્ટ્સ અને એજન્ટ સોફ્ટવેર દ્વારા સેકન્ડોમાં ટિકિટ બુક કરી લેવામાં આવે છે. પરિણામે સામાન્ય મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળતી નથી. નવા નિયમથી ટિકિટ દલાલો પર લગામ, નકલી IRCTC એકાઉન્ટ્સ બંધ, સામાન્ય મુસાફરોને પ્રથમ તક, ટ્રાન્સપરન્ટ અને સુરક્ષિત બુકિંગ સિસ્ટમ બનાવવાનું પગલું લેવાયું છે.

આધાર અને OTP કેવી રીતે કામ કરશે?

IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કર્યા બાદ, ટિકિટ બુકિંગ સમયે તમારા આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર OTP આવશે. આ OTP દાખલ કર્યા બાદ જ ટિકિટ કન્ફર્મ થશે. આ પ્રક્રિયા ઓનલાઈન તેમજ સ્ટેશન કાઉન્ટર બન્ને જગ્યાએ લાગુ રહેશે.

 આધાર ન હોય તો શું થશે?

જો તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક નથી. તો આ મુશ્કેલી ભોગવવી પડશે..

ઓપનિંગ ડેના પ્રારંભિક કલાકોમાં તમે ટિકિટ બુક નહીં કરી શકો

નિર્ધારિત સમય બાદ જ બુકિંગની મંજૂરી મળશે

હાલ કોઈ વિકલ્પ ઓળખ પદ્ધતિ ઉપલબ્ધ નથી

સ્ટેશન કાઉન્ટર પરથી ટિકિટમાં શું બદલાશે?

હવે રેલવે કાઉન્ટર પરથી ટિકિટ લેતા પણ આધાર આધારિત OTP જરૂરી રહેશે. જો તમે કોઈ બીજા વ્યક્તિ માટે ટિકિટ લઈ રહ્યા છો, તો તેનું આધાર અને OTP પણ જરૂરી રહેશે.

IRCTC પર આધાર લિંક કરવાની પ્રક્રિયા

IRCTC વેબસાઇટ અથવા એપમાં લોગ-ઇન કરો

My Profile વિભાગ ખોલો

Aadhaar KYC વિકલ્પ પસંદ કરો આધાર નંબર દાખલ કરો

 OTP વેરિફિકેશન પૂર્ણ કરો

60 દિવસનો રિઝર્વેશન નિયમ

રેલવેએ 1 નવેમ્બર 2024થી રિઝર્વેશન સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કર્યો છે. ઉદાહરણ તરીકે, જો મુસાફરી 30 જૂનની છે, તો બુકિંગ 1 મે સવારે 8 વાગ્યે ખુલશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં કોર્ટનો નિર્ણય, લાલુ યાદવ પર 420 હેઠળ આરોપો ઘડવામાં આવ્યા

આ પણ વાંચો: ફક્ત આટલા રૂપિયામાં IRCTC નું શાનદાર ટૂર પેકેજ બુક કરો, ફક્ત 9 દિવસમાં 5 જ્યોતિર્લિંગની મુલાકાત લો!

આ પણ વાંચો: તત્કાલ બુકિંગ પહેલા IRCTCની વેબસાઈટ ડાઉન, ટિકિટ બુક ન થવાથી યુઝર્સ પરેશાન