Shefali Jariwala/ ‘કાંટા લગા’થી પ્રખ્યાત થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટથી મોત

અહેવાલો અનુસાર, શેફાલીને તેના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો તાત્કાલિક મુંબઈની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

Trending Entertainment

Entertainment News: લોકપ્રિય મ્યુઝિક વીડિયો ‘કાંટા લગા’ (Kanta Laga)થી પ્રખ્યાત થયેલી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલા (Shefali Jariwala)નું શુક્રવારે મુંબઈમાં અવસાન થયું. તેમની ઉંમર 42 વર્ષની હતી. શરૂઆતના અહેવાલો અનુસાર તેમના મૃત્યુનું કારણ હૃદયરોગ (Cardiac Arrest)નો હુમલો હતો. જોકે, સમાચાર લખાય ત્યાં સુધી તેમના પરિવાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

અહેવાલો અનુસાર, શેફાલીને તેના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો તાત્કાલિક મુંબઈની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ (Bellevue Multispeciality Hospital)માં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે.

Shefali Jariwala Death: Reason behind actress' passing revealed

સલમાન ખાન સાથે એક ફિલ્મમાં કામ કર્યું

શેફાલી જરીવાલા 2000 ના દાયકાની શરૂઆતમાં રિમિક્સ વિડિયો કાંતા લગાથી લોકપ્રિય બની હતી. જેનાથી તેણીને ‘કાંતા લગા ગર્લ’નું ઉપનામ મળ્યું. બાદમાં તેણે સલમાન ખાનની ફિલ્મ મુઝસે શાદી કરોગીમાં કામ કર્યું અને નચ બલિયે અને બિગ બોસ 13 જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો.

Parag Tyagi seen heartbroken as wife Shefali Jariwala passes away due to suspected cardiac arrest

ગાયક મીકા સિંહે દુઃખ વ્યક્ત કર્યું

શેફાલીના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા ગાયક મીકા સિંહે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “હું ખૂબ જ દુઃખી, આઘાતગ્રસ્ત અને ભારે હૃદયથી દુ:ખી છું. આપણી પ્રિય સ્ટાર અને મારી પ્રિય મિત્ર શેફાલી જરીવાલા આપણને છોડીને ચાલી ગઈ છે.”

Did you know, 'Kaanta Laga' girl Shefali Jariwala was paid Rs 7000 for the song? | Hindi Movie News - Bollywood - Times of India

કિકુ શારદાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી

કોમેડિયન અને અભિનેતા કિકુ શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેફાલીના મૃત્યુના સમાચાર શેર કર્યા અને લખ્યું કે આ સમાચાર ખૂબ જ આઘાતજનક છે. તેની સાથે કેટલીક વેબ સિરીઝમાં કામ કર્યું હતું, તે ઉર્જાથી ભરેલી હતી. જીવન માટે ઉત્સાહથી ભરેલી હતી. હંમેશા મોટી તેજસ્વી સ્મિત સાથે મળી. અમે તમને યાદ કરીશું શેફાલી, તમે ખૂબ જ સુંદર આત્મા હતા. તમારા આત્માને શાંતિ મળે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય સિનેમાની પ્રતિષ્ઠિત ગણાતી ફિલ્મ ‘શોલે’ વિદેશમાં થશે રિલિઝ

આ પણ વાંચો:ઋષભ શેટ્ટીની ‘કાંતારા’ ચેપ્ટર 1’ના સેટ પર વધુ એક અભિનેતાનું મોત, કલાકારો ભયના છાયામાં

આ પણ વાંચો:સુનિલ શેટ્ટી અને સુરજ પંચોલીનાં શૌર્યને સમર્પિત ગીત – ‘કસુંબીનો રંગ’