Washington News: ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ કેનેડા સાથે ટેરિફ કરાર (Tariff Agreement) પર વાટાઘાટો એકપક્ષીય રીતે બંધ કરશે. તેમણે કહ્યું કે, કેનેડાએ નવા કર લાદીને અમેરિકન ટેકનોલોજી કંપનીઓ પર ખુલ્લેઆમ હુમલો કર્યો છે. તેથી, તેની સાથે વેપાર કરાર માટેની બધી વાટાઘાટો બંધ કરવામાં આવી રહી છે અને આવતા અઠવાડિયા સુધીમાં તેઓ કેનેડા પર નવા ટેરિફની જાહેરાત કરશે. અમેરિકાએ કેનેડા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને યુરોપિયન યુનિયનની નકલ કરી હોવાની ગણાવી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ શો પર, યુએસ પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે કેનેડા લાંબા સમયથી વેપાર કરવા માટે ખૂબ જ મુશ્કેલ દેશ રહ્યો છે, તેમણે યુએસ કૃષિ નિકાસ પર ઊંચા ટેરિફનો ઉલ્લેખ કર્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી, તેઓએ ડેરી ઉત્પાદનો પર ટેરિફ લાદ્યા છે, જેના કારણે આપણા ખેડૂતોને 400% સુધીનું નુકસાન થયું છે.

આ દરમિયાન ટ્રમ્પે કેનેડા પર યુરોપિયન યુનિયનને અનુસરવાનો આરોપ પણ લગાવ્યો. અમેરિકાનાં રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી, “અમને હમણાં જ જાણ કરવામાં આવી છે કે કેનેડા, જે વેપાર કરવા માટે ખૂબ જ મુશ્કેલ દેશ છે, જેમાં વર્ષોથી અમારા ખેડૂતો પાસેથી ડેરી ઉત્પાદનો પર 400% સુધીનો ટેરિફ વસૂલવામાં આવે છે, તેણે હમણાં જ જાહેરાત કરી છે કે તેઓ અમારી અમેરિકન ટેકનોલોજી કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લગાવી રહ્યા છે, જે અમારા દેશ પર સીધો અને સ્પષ્ટ હુમલો છે. તેઓ સ્પષ્ટપણે યુરોપિયન યુનિયનની નકલ કરી રહ્યા છે, જેણે પણ આવું જ કર્યું છે, અને હાલમાં અમારી સાથે ચર્ચા ચાલી રહી છે. આ ભયંકર ટેક્સના આધારે, અમે કેનેડા સાથે વેપાર પરની બધી ચર્ચાઓ તાત્કાલિક ધોરણે સમાપ્ત કરી રહ્યા છીએ. અમે આગામી સાત દિવસના સમયગાળામાં કેનેડાને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સાથે વ્યવસાય કરવા માટે ચૂકવવામાં આવનાર ટેરિફ વિશે જણાવીશું.”
અગાઉ, કેનેડાના નાણામંત્રી ફ્રાન્કોઇસ ફિલિપ કેમ્પિનીએ 19 જૂને જાહેરાત કરી હતી કે અમેરિકા સાથે ચાલી રહેલી વાટાઘાટો છતાં, તેમનો દેશ 30 જૂનથી અમેરિકન ટેકનોલોજી કંપનીઓ પર નવા કર લાદવાની તેની યોજના મુલતવી રાખવાનો નથી. જે કંપનીઓ પર કર લાદવામાં આવ્યો છે તેમાં એમેઝોન, મેટા, ગૂગલ, એપલનો સમાવેશ થાય છે.
કેનેડાનો ડિજિટલ સર્વિસ ટેક્સ શું છે?
કેનેડાના ડિજિટલ સર્વિસ ટેક્સ (Digital Service Tax) હેઠળ કેનેડામાં ઓનલાઈન યુઝર્સ સાથે જોડાયેલા કેનેડિયન અને વિદેશી વ્યવસાયોને ટેક્સ ચૂકવવો પડે છે. ડિજિટલ સર્વિસ ટેક્સ એમેઝોન, ગૂગલ, મેટા, ઉબેર અને એરબીએનબી જેવી કંપનીઓને અસર કરશે કારણ કે તેમને કેનેડિયન યુઝર્સ પાસેથી થતી આવક પર ત્રણ ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ ટેક્સ પાછલી અસરથી અમલમાં આવશે, જેનાથી યુએસ કંપનીઓને મહિનાના અંત સુધીમાં 2 બિલિયન યુએસ ડોલરનું બિલ મળશે.
આ પણ વાંચો:અમેરિકાની કાર્યવાહી બાદ ઈરાને ઈઝરાયેલ પર કર્યો મિસાઈલ એટેક
આ પણ વાંચો:ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવ્યું! ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કર્યો
