sports news/ એશિયા કપ ફાઇનલ પહેલા પાકિસ્તાનના કપ્તાન સલમાન આગાએ ભારતીય ટીમને હરાવવાની કરી વાત

એશિયા કપના સુપર-4 મેચમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ, પાકિસ્તાની ટીમ હવે 28 સપ્ટેમ્બરે દુબઈમાં ભારત સામે ફાઇનલ મેચ રમશે.

Trending Sports
We can beat anyone in Asia Cup: Salman Agha

દુબઈમાં એશિયા કપ સુપર 4 મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ રોમાંચક વિજય બાદ, કેપ્ટન સલમાન અલી આગાએ એક નિવેદન આપતા કહ્યું કે તેમની ટીમમાં કોઈપણ પ્રતિસ્પર્ધી, ભારતને પણ હરાવવાની ક્ષમતા છે. હવે, ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઇનલ 28 સપ્ટેમ્બરે રમાશે. એકંદરે, પાકિસ્તાન અને ભારત આ ટુર્નામેન્ટમાં ત્રીજી વખત એશિયા કપ 2025 ના ટાઇટલ માટે એકબીજા સામે ટકરાશે.

પોતાની ટીમને બતાવી સ્પેશિટલ ટીમ
સલમાને મેચ પછી કહ્યું, “જો તમે આ રીતે મેચ જીતો છો, તો તેનો અર્થ એ કે તમે એક સ્પેશિટલ ટીમ છો. બધાએ શાનદાર પ્રદર્શન કર્યું. અમારી બેટિંગમાં થોડો સુધારો કરવાની જરૂર છે, પરંતુ અમે તેના પર કામ કરીશું.”

બાંગ્લાદેશને 124 રનમાંથી હરાવ્યા
સુપર ફોર મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 135 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્યારબાદ તેમણે બાંગ્લાદેશને 124 રનમાં જ રોકી દીધું. બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને જીત અપાવી.

ભારતને હરાવાનો પ્રયાસ
સલમાન આગાએ કહ્યું, “અમને ખબર છે કે અમારે શું કરવાનું છે. અમારી ટીમ કોઈને પણ હરાવી શકે છે. અમે રવિવારે મેદાનમાં ઉતરીશું અને ભારતને હરાવવાનો પ્રયાસ કરીશું.
______________________________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  latest sports news/ભારત એશિયા કપ ફાઇનલમાં દમદાર પ્રવેશ, બાંગ્લાદેશને 41 રને હરાવ્યું, નવ બેટ્સમેનોએ બે આંકડામાં રન બનાવ્યા………

 આ પણ વાંચો: Asia Cup/પાકિસ્તાને એશિયા કપમાં ખસી જવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો

આ પણ વાંચો: sports news/ટીમ ઈન્ડિયાનું નવું જર્સી સ્પોન્સર અપોલો ટાયર્સ: ડ્રીમ11 કરતાં વધુ ચૂકવણી