Cricket/ કેપ્ટન રહાણેએ ફટકારી શાનદાર સદી, ભારત મજબૂત સ્થિતિમાં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે અને ભારતે પાંચ વિકેટનાં નુકસાન પર 277 રન બનાવી અને ઓસ્ટ્રેલિયા સામે 82 રનની લીડ મેળવી લીધી છે….

Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે અને ભારતે પાંચ વિકેટનાં નુકસાન પર 277 રન બનાવી અને ઓસ્ટ્રેલિયા સામે 82 રનની લીડ મેળવી લીધી છે. કેપ્ટન અજિંક્ય રહાણે 104 અને જાડેજા 40 રને અણનમ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. ભારત હાલમાં તેની પ્રથમ ઇનિંગ્સ રમી રહ્યું છે. આ મેચમાં ભારતનાં નવા કેપ્ટન અજિંક્ય રહાણે ટોસ હારી ગયા હતા, પરંતુ બોલરોનાં શાનદાર પ્રદર્શન પર ઓસ્ટ્રેલિયા તેની પહેલી ઇનિંગમાં 195 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. જસપ્રિત બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી જ્યારે ઓફ સ્પિનર ​​આર અશ્વિને ટીમને ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા હાલમાં શ્રેણીમાં 1-0 થી આગળ છે.

ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને ઓફ સ્પિનર ​​આર અશ્વિને સાત વિકેટ લીધી હતી. આ સિવાય ડેબ્યુટન્ટ મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી. પહેલા દિવસની રમત ટીમ ઈન્ડિયાનાં બોલિંગ વિભાગનાં નામ પર રહી હતી, પરંતુ વિરાટ કોહલીની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી રહેલા અજિંક્ય રહાણેને પણ તેમના બોલરોનો હોશિયારીથી ઉપયોગ કરવાનો શ્રેય મળવો જોઈએ. ભારતનાં પૂર્વ ધૂંઆધાર ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે પણ પહેલા દિવસની રમત બાદ અજિંક્ય રહાણેની કેપ્ટનશીપની પ્રશંસા કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો