Not Set/ BCCIએ કેપ્ટન કોહલીને ખેલ રત્ન, દ્રવિડને દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની કરી ભલામણ

નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ચાલુ વર્ષે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આપવામાં આવશે. જયારે દેશની અંડર-૧૯ ટીમના કોચ તરીકે રાહુલ દ્રવિડનું નામ દ્રોણાચાર્ય એવોર્ડ જે ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવા પર નામ મોકલવામાં આવ્યું છે.  ૨૯ ઓગસ્ટના દિવસને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજ દિવસે રાષ્ટ્રીય ખેલ […]

Top Stories Sports
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ચાલુ વર્ષે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આપવામાં આવશે. જયારે દેશની અંડર-૧૯ ટીમના કોચ તરીકે રાહુલ દ્રવિડનું નામ દ્રોણાચાર્ય એવોર્ડ જે ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવા પર નામ મોકલવામાં આવ્યું છે.  ૨૯ ઓગસ્ટના દિવસને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજ દિવસે રાષ્ટ્રીય ખેલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે. ખેલ રત્ન એ દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય ખેલ એવોર્ડ છે.

સુત્રોના જણાવ્યા મુજબ બીસીસીઆઈએ વિરાટ કોહલીનુ નામ ખેલરત્ન એવોર્ડ માટે રમત-ગમત મંત્રાલયને મોકલી આપ્યુ છે. દર વર્ષે જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં મળતી સ્પોટ્‌સ કે એવોર્ડ કમિટીની બેઠકમાં કોને એવોર્ડ આપવા તેનો નિર્ણય કરવામાં આવે છે. ૧૯૯૧થી શરુ થયેલ આ ખેલ રત્ન એવોર્ડ અત્યાર સુધી ૩૪ ખેલાડીઓને અપાયો છે. જેમાં માત્ર બે જ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. ૧૯૯૭-૯૮માં આ એવોર્ડ સચિન તેંડુલકરને મળ્યો હતો જ્યારે ૨૦૦૭માં મહેન્દ્રસિંહ ધોનીને આ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.
2016 માં, બોર્ડે મંત્રાલયમાંથી કોહલીનું નામ ભલામણ કર્યું હતું, પરંતુ પી.વી. સિંધુ, સાક્ષી મલિક અને દીપા કરમકર, જેમણે ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો, તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
જો આ વર્ષે વિરાટ કોહલીને ખેલરત્ન એવોર્ડ મળશે તો તે આ એવોર્ડ મેળવનાર ત્રીજા ક્રિકેટર બનશે. કોહલીને 2017 માં પદ્મશ્રી અને 2013 માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. બીજીબાજુ મહાન ઓપનર બેટ્‌સમેન સુનિલ ગવાસ્કરનુ નામ ધ્યાનચંદ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે મોકલવામાં આવ્યુ છે. અત્યાર સુધી  ૫૧ ખેલાડીઓને આ એવોર્ડ મળ્યો છે. જેમાં એકપણ ક્રિકેટરનુ નામ સમાવેશ થતુ નથી. ગવાસ્કરને આ પહેલા પદ્મભૂષણ એવોર્ડ મળી ચુક્યો છે.

બીસીસીઆઈએ ધ્યાન ચંદ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ માટે તેમના સમયના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરનું નામ આપ્યું છે. ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન કરવાના પ્રથમ બેટ્સમેન છે. તેમને અગાઉ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. નોંધપાત્ર રીતે, 2002 ની શરૂઆતથી અત્યાર સુધી કોઈ ક્રિકેટ ખેલાડીને આ પુરસ્કાર આપવામાં આવ્યો નથી.