Gujarat Local Body Election 2026/ અમદાવાદ મનપા ચૂંટણી: 28 એપ્રિલે LD અને ગુજરાત કોલેજમાં થશે મતગણતરી

Ahmedabad મનપા ચૂંટણીની મતગણતરી ૨૮ એપ્રિલે એલડી અને ગુજરાત કોલેજમાં થશે. પોલીસ કમિશનર જી.એસ. મલિકે સુરક્ષાનું નિરીક્ષણ કર્યું. 8000 જવાનો તૈનાત રહેશે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Municipal Corporation Election

Ahmedabad Municipal Corporation Election: અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ૨૬ એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

Ahmedabad : બે સેન્ટર પર થશે 48 વોર્ડની મતગણતરી

અમદાવાદમાં હંમેશની જેમ આ વખતે પણ બે મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 27 વોર્ડના મતોની ગણતરી થશે અને ગુજરાત કોલેજ ખાતે બાકીના 21 વોર્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે.

પોલીસની થ્રી-લેયર સુરક્ષા અને 8000 જવાનો તૈનાત

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અને મતગણતરી કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ‘લોખંડી’ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન મુજબ, સુરક્ષાના પ્રથમ સ્તરમાં કેન્દ્રની સૌથી અંદરના ભાગમાં CRPF અને SRP ના જવાનો તૈનાત રહેશે, જ્યારે બીજા સ્તરમાં હથિયારી પોલીસ જવાનો સ્ટ્રોંગ રૂમ અને ગણતરી હોલની આસપાસ સુરક્ષાની જવાબદારી સંભાળશે. તદુપરાંત, ત્રીજા સ્તર હેઠળ કેન્દ્રની બહાર અને આસપાસના વિસ્તારોમાં અન્ય પોલીસ જવાનો દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવશે.

કુલ 8000 પોલીસ જવાનો સુરક્ષામાં રહેશે, જ્યારે 2500 જવાનો ખાસ VVIP મુવમેન્ટ અને સંવેદનશીલ વિસ્તારો માટે અનામત રાખવામાં આવ્યા છે.

CCTV અને એક્સેસ કંટ્રોલ પર ખાસ ભાર

સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી હોલમાં પ્રત્યેક ગતિવિધિ પર નજર રાખવા માટે હાઈ-ટેક CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. એક્સેસ કંટ્રોલ સિસ્ટમ દ્વારા માત્ર અધિકૃત વ્યક્તિઓને જ અંદર પ્રવેશ આપવામાં આવશે. 26 તારીખે મતદાન પૂર્ણ થયા બાદ તમામ EVM અને મતપેટીઓ આ કેન્દ્રો પર લાવવામાં આવશે અને 28 તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે.

તંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીઓ હવે આખરી તબક્કામાં છે.


આ પણ વાંચો :સુરતમાં CMની ભવ્ય રેલી, AAPને સીધી ટક્કર

આ પણ વાંચો : 26 એપ્રિલે ચૂંટણી પંચ, મતદારો અને રાજકીય પક્ષોની પરીક્ષા

આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ