Ahmedabad News : ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા અમદાવાદ શહેર માટે આગામી સાત દિવસની તાપમાન આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ શહેરમાં ગરમી(Heat)નો પ્રભાવ સતત વધતો જોવા મળશે.
IMDએ આગામી સાત દિવસ માટે “યલો એલર્ટ” જાહેર કર્યું છે, જેમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાતા મહત્તમ તાપમાનના આધારે આવતા ત્રણ દિવસ માટે હોટસ્પોટ વિસ્તારોની પણ ઓળખ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમી(Heat)નો અનુભવ થવાની શક્યતા છે, જ્યાં તાપમાન ઊંચી સપાટીએ નોંધાઈ શકે છે.
નગરજનોને ખાસ સાવચેતી રાખવા, અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાનું સૂચન આપવામાં આવ્યું છે.
અમદાવાદ હીટ એલર્ટ
IMD દ્વારા શહેરમાં 7 દિવસ માટે
“યેલો એલર્ટ” જાહેર
મહત્તમ તાપમાન: 42°C થી 43°C
લઘુત્તમ તાપમાન: 26°C થી 28°C
દિવસવાર આગાહી
• દિવસ 1-2: 42°C / 28°C (Most likely)
• દિવસ 3-4: 43°C / 28°C (Very likely)
• દિવસ 5: 42°C / 27°C (Likely)
• દિવસ 6-7: 42°C / 26°C (Likely)
ખાસ ચેતવણી
• 26-27 એપ્રિલે ગરમી(Heat) પીક પર
• તાપમાન 43°C સુધી પહોંચી શકે
• “યેલો એલર્ટ” એટલે સાવચેતી જરૂરી
સલાહ
• બપોરે બહાર જવાનું ટાળો
• પૂરતું પાણી પીવું
• વૃદ્ધો અને બાળકો ખાસ કાળજી રાખે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સેટિલિયો લેન્સ’ સંસ્થાના સહયોગથી શહેરમાં તાપમાનનું વૈજ્ઞાનિક પૂર્વાનુમાન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સેટેલાઇટ દ્વારા મેળવાયેલા લેન્ડ સપાટી તાપમાન (LST) ડેટાનો ઉપયોગ થાય છે.
આ ડેટાને આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) આધારિત એલ્ગોરિધમ્સ દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે. જેના આધારે 30×30 મીટર વિસ્તારના પિક્સેલ સ્તરે એર ટેમ્પરેચરનું મૂલ્યાંકન થાય છે.
જે વિસ્તારોમાં વધુ તાપમાન નોંધાવાની શક્યતા હોય છે, તે વિસ્તારોને ‘હોટસ્પોટ’ તરીકે ઓળખવામાં આવે છે. આ પૂર્વાનુમાન 3 દિવસ અગાઉ ઉપલબ્ધ કરવામાં આવશે, અને તેની ચોકસાઈમાં અંદાજે 2 થી 3°C જેટલો ફેરફાર હોઈ શકે છે.
સાથે જ, દર ત્રણ દિવસે આ માહિતી લિંક અથવા QR કોડ દ્વારા અપડેટ કરવામાં આવશે જેથી નાગરિકોને સમયસર નવીન માહિતી મળી રહે.
