Gujarat Weather:હવામાન વિભાગ (IMD)ની તાજી આગાહી મુજબ, આગામી ત્રણ દિવસમાં (23થી 25 એપ્રિલ 2026) ગુજરાતમાં ગરમીનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 40.5થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. કેટલાક વિસ્તારોમાં હીટવેવ (Heatwave) જેવી સ્થિતિ ઉદ્ભવવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં હીટવેવ (Heatwave) જેવી સ્થિતિ
રાજકોટ અને અમરેલીમાં પારો 40થી 42 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. અમરેલી અને રાજકોટમાં છેલ્લા દિવસોમાં પણ 40.7થી 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આજે વડોદરામાં 39.6થી 39.8 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે, આગામી દિવસોમાં 40-41 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે.જ્યારે સુરતમાં 38.9થી 39.4 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.આ સાથે જ ભાવનગરમાં 38.2 ડિગ્રી આસપાસ અને કંડલા/ભુજમાં 38થી 40.4 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.

26 એપ્રિલ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 42-43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વાતાવરણ સંપૂર્ણ શુષ્ક રહેવાનું છે અને કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેથી ગરમીમાં વધુ વધારો થશે.સૌરાષ્ટ્ર, કચ્છ,અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ વગેરેમાં ગરમી વધુ તીવ્ર રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળી ગરમીને કારણે અકળામણ વધુ લાગશે. હીટવેવ (Heatwave) અને હોટ-હ્યુમિડ કન્ડિશન માટે યલો અલર્ટ જેવી સ્થિતિ રહી શકે છે.
