Not Set/ અમદાવાદ : બ્રાન્ડેડ બોટલમાં નકલી દારૂ વેંચતા બેની ધરપકડ

અમદાવાદના નવા વાડજમાં નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે. જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને ઘટનાસ્થળેથી વિદેશી દારૂની બ્રાન્ડના લેબલ, 93 બોટલ દારૂ, બોક્સ, ઠંડા પીણાં મળી આવ્યા છે. મળતી વિગતો મુજબ, નવા વાડજમાં રામાપીરના ટેકરા પાસે આવેલા સિદ્ધિ એપાર્ટમેન્ટમાં નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે વિક્કી અને મનદીપ ભાવસાર નામના […]

Ahmedabad Top Stories Gujarat

અમદાવાદના નવા વાડજમાં નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે. જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને ઘટનાસ્થળેથી વિદેશી દારૂની બ્રાન્ડના લેબલ, 93 બોટલ દારૂ, બોક્સ, ઠંડા પીણાં મળી આવ્યા છે.

મળતી વિગતો મુજબ, નવા વાડજમાં રામાપીરના ટેકરા પાસે આવેલા સિદ્ધિ એપાર્ટમેન્ટમાં નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે વિક્કી અને મનદીપ ભાવસાર નામના બે આરોપીની ધરપકડ કરી છે.

mantavyanews.com

આરોપીઓ નીચી ગુણવત્તાના દારૂમાં ભેળસેળ કરીને વિદેશી દારૂ બનાવી ઊંચા ભાવે વેંચતા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી વિક્કી પર પાસાનો ગુનો પણ લાગેલો છે.

આરોપીઓ ઠંડા પીણાં અને પાણી નકલી દારૂમાં ભેળસેળ કરતા હતા. આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.