અજમેર દરગાહ બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આરોપી સુરેશ દામોદર નાયરની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 11 ઓક્ટોબર, 2007ના રોજ અજમેર દરગાહ ખાતે બોમ્બ બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હતાં.
જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં ખેડા જિલ્લાના ઠાસરાનો વતની સુરેશ દામોહર નાયરને NIAએ વોન્ટેડ જાહેર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત ATSના અધિકારીઓને માહિતી મળી હતી કે, બ્લાસ્ટ કેસના આરોપી સુરેશ નાયર આગામી દિવસોમાં ભરૂચ પાસેના શુક્લતીર્થની મુલાકાત લેવાનો છે.
જેથી તે શુક્લતીર્થ ખાતે ATS દ્વારા લાંબા સમયથી વોચ ગોઠવવામાં આવી હતી. ATSની એક ટીમે સુરેશ નાયરને તેના આગમન સમયે જ આજે ઓળખી કાઢ્યો હતો. અને તેની ધરપકડ કરી લીધી હતી. અને હાલ સુરેશ નાયરને વધુ પૂછપરછ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે.
