રાષ્ટ્રીય દલિત આધિકાર મંચ દ્વારા ચાંદખેડામાં દલિતોએ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં નીકળવાની હતી. ત્યારે આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
જો કે નવાઈ ની વાત એ રહી કે આ રેલીમાં દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ગેરહાજર હોવા છતાં રાષ્ટ્રીય દલિત આધિકાર મંચના કન્વીનરોની આગેવાનીથી રેલીની શરૂઆત કરાઇ હતી.

મોટી સંખ્યમાં લોકોએ રેલીમાં ભાગ લીધો હતો પરંતુ રેલીમાં કોઈએ ટ્રાફિક નિયમનું પાલન કર્યું નથી અને હેલ્મેટ વગર જ રેલીમાં જોડાયા. બીજી તરફ પોલીસે પણ આ રેલીની પરમિશન આપી ત્યારે ધ્યાન રાખવું જોઈતુ હતું કે ટ્રાફિક નિયમનું પાલન થાય.
છેલ્લા ઘણા સમયથી જીગ્નેશ મેવાણી દલિતોના કાર્યક્રમમાં હાજરી આપતા નથી. જીજ્ઞેશ મેવાણી રાજકીય કામ માટે હાલ મુંબઇ હોવાનું જાણવા મળ્યું છે.
